બાળપણથી વાંચનનો શોખ કેળવેલો. વાર્તા, કવિતા મને વાંચવું બહું જ ગમતું. આજે આ વાંચનને કારણે જ હું આ પુસ્તક લખી શક્યો છુ.
આ પુસ્તકમાં મારા અનુભવોને વાચા આપી છે. ક્યાંક પ્રકૃતિ તો ક્યાંક માનવીની વેદનાં, ક્યાંક પ્રેમ તો ક્યાંક વિરહ, ક્યાંક મિત્રની મિત્રતાની તો ક્યાંક વીરની વીરતાની, ક્યાંક કૃષ્ણ અર્જુનની તો ક્યાંક રાધા કૃષ્ણની ગાથા મારી આ કાવ્યોમાં વહેતી મૂકી છે.