કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજદારી અને ગહન સંદેશા આપતી વાર્તાઓનો સમાવેશ છે.
કેસરિયા વાર્તાસંગ્રહની અંદર સમાવેશ પ્રથમ વાર્તા ‘ખુદ્દારી’માં ખોટી રીતે અમેરિકા જવાની જીદ નીરાગને કેટલી ભારે પડે છે, તેના વિશે વાત કરતી વાર્તાનું આલેખન કરવામાં આવ્યું છે. ત્યાર પછીની ‘ડોમેસ્ટિક વાયોલન્સ’ની અંદર કેવી રીતે એક મહિલા પુરુષને ખોટી રીતે બ્લૅકમેઈલ કરે છે અને પોતાના સંતાનને એબોટ થવાથી બચાવવા માટે એક પુરુષ ખોટો આરોપ કઈ રીતે ખુદ પર લઈ છે, એ વિશેની વાર્તાનું સર્જન કરવામાં આવ્યું છે. ‘કેસરિયા’ વાર્તામાં વીરસંગ સિંહની એક તરફા પ્રેમની કહાની અને પોતાની પત્ની કેસરીના મૃત્યુ પછી તેની સાથે જીવવાની રીત શોધી કાઢી છે. આજના સમયમાં જ્યારે લોકો પોતાની પત્નીની બબાલ સાંભળવા માટે તૈયાર નથી, ત્યારે કેસરિયો તેની પત્નીને તેના નામમાં જીવતી રાખવા તૈયાર થયો છે. આ વાર્તામાં વીરસંગ સિંહને તેની પત્ની કેસરીના ગયા પછી, આખું ગામ કેસરિયા નામેથી બોલાવતું થયું છે.
આ વાર્તા સંગ્રહની અંદર સમાવેશ વાર્તાઓ માનવીનાં જીવનમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, સમજદારી, પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા જિંદગીને ખરેખરમાં રંગીન કઈ રીતે બનાવવી તેના વિશે જણાવે છે. આ વાર્તાસંગ્રહની અંદર સમાવેશ તમામ વાર્તાઓ તમારા દિલને સ્પર્શી જશે એની મને ખાતરી છે. જય હિંદ.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners