આજે ગુજરાતી ગઝલે અંગડાઇ લીધી છે,કોઈ વિષય એવો નહી હોય જેને ગુજરાતી ગઝલે સ્પશઁયો નહિ હોય.ભાવકોના હદય ને સ્પઁશી જાય એટલું ઊંડાણ ગુજરાતી ગઝલ માં હોય છે.
લગભગ સાત કે આઠ વષઁ પહેલાં હિરેન નામનો એક યુવાન બગસરા ના ડૉ. સંજય સોરઠીયા ની ભલામણ લઈને મારી ઓફિસે મળવા આવ્યો હતો.ગઝલ ને કાવ્ય જેવું કંઈક લખવાની શરૂઆત હતી. ગઝલ લખવાનો થનગનાટ હતો. એમના શબ્દો માં ગઝલ નું ઊંડાણ ને દદઁ ટપકતું હોય એવું લાગતું હતું. મે એમને છંદ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું સૂચન કર્યુ હતું.
એ વાત ને વરસો વિતી ગયા ત્યાં થોડા દિવસ પહેલાં ભાઇ હિરેન નો ફોન આવ્યો. કે મારે મારો ગઝલ સંગ્રહ પ્રગટ કરવો છે .પ્રસ્તાવના તમારે લખી આપવાની છે.
એમની શરૂઆત માં એમને પ્રોત્સાહિત કરવા માટે ઈસ્લાહ કરીને એક બે ગઝલ તમન્ના માં પ્રગટ કરી હતી.જોકે એનું પરિણામ મોડે મોઙે પણ સારૂં મળ્યું છે.