આ સંપાદનમાં મહેશ દવેના કુલ ૫૧ કાવ્યો ઉપરાંત એમના કાવ્યો પર લખાયેલ લેખો એમની સાથે ચર્ચાયેલ સાહિત્યિક પ્રશ્નો - મુલાકાત સ્વરૂપે પરિશિષ્ટ માં સમાવીને આ સંપાદનને શાસ્ત્રોક્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહેશ દવેની આ ઘનવાદી કવિતાઓ ગુજરાતી સાહિત્યની પ્રારંભકાલીન ઘનવાદી કવિતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરે છે. ગુજરાતી કવિતાને ઘનવાદનો સ્વાદ ચખાડનાર કવિ તરીકે મહેશ દવેનું સ્થાન અનેરું છે તેમાં મીનમેખ નથી.