પરાવિદ્યા :
સંપૂર્ણ જીવસૃષ્ટિના પ્રમુખ બે ઘટકોઃ ૧. પંચમહાભૂતથી બનેલું શરીર અને ૨. શરીરને ચૈતન્ય આપનાર આત્મા. આ બન્ને ઘટકો પરસ્પરાવલંબિત છે. તે પ્રમાણે વિદ્યા પણ બે પ્રકારની. ભૌતિક શરીર માટે અપરાવિદ્યા અને આત્મતત્ત્વ માટે પરાવિદ્યા.
આજે પરાવિદ્યાના શિક્ષણના અભાવે નાગરિકો ઉપેક્ષિત થઈ રહ્યા છે. તેઓ શારીરિક અને માનસિક રોગોના ભોગ બની રહ્યા છે. તેમના અનુભવ અને આવડતનો લાભ મળે એ રીતે તેમને જાહેર જીવનમાં સક્રિય અને પ્રવૃત્ત બનાવી શકાય તો તેમને શેષ જીવન જીવવા જેવું લાગે.
અપરાવિદ્યા અને પરાવિદ્યાના સુભગ સમન્વય દ્વારા વ્યક્તિને વિશાળતામાં લઈ જઈને તેને પરિવારમાં, વ્યવસાયમાં, સંશોધનમાં, ઉદ્યોગોમાં અને સામાજિક સંસ્થાઓમાં નેતૃત્વ અપાવી તેના પ્રાણ બનાવી શકાય.
આ નાનકડી પુસ્તિકામાં આધ્યાત્મિક શિક્ષણના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે સાર્થક ચર્ચા કરવામાં આવી છે. આશા છે. સુજ્ઞ પાઠકોને તે પ્રોત્સાહક લાગશે.