રભોએ મારુ જ એક અલ્ટર ઇગો કહીં શકો છો. ભાવનગરનાં હોય અને ખાણી – પીણીનો શોખ ના હોય તે અશક્ય છે. રભા જેવા ખાણી – પીણીના ઘણા શોખીન મિત્રો મારે છે, એમની સાથે જેવા જેવા અનુભવો થયા એ પરથી આ હાસ્ય લઘુનવલનો વિચાર આવ્યો. તંદુરસ્તી સાથે ખોરાક પણ જરૂરી છે પણ મારી એ ગેરેંટી છે કે આ લઘુનવલ વાંચતાં વાંચતાં તમે સત્તર પ્રકરણમાં આપેલી અલગ અલગ જગ્યાએ એક વખતતો પહોંચી જ જશો.
રભો આજે પણ મારી સાથે છે, જ્યારે એને આ પુસ્તક વિશે વાત કરી ત્યારે એ રાજીના રેડ થઈ ગયો અને પરાણે બચુભાઈ દૂધવાળાની કેસર રબડી લઈ આવ્યો. પહેલા પોતે પેટ ભરીને ખાધી અને પછી મને આગ્રહ કર્યો.
આશા છે કે રભાને વાંચતાં વાંચતાં આપને રભા સાથે એક ઋણાનુબંધ થઈ જાય અને તમે પણ રભાની જેમ હમેશાં ખાતા – પીતા રહો.