મૂળે તો હું વાર્તાકાર જીવ, એટલે દરેક વ્યક્તિમાં છુપાયેલી વાર્તાને તપાસતા રહેવાનો સ્વભાવ ખરો. વળી ઘણાં વર્ષોથી નિખાલસ બાળકોને ભણાવવાનું કામ કરવા મળ્યું છે, તો બાળકોની અંદર છુપાયેલી સંવેદનાઓમાં પણ સ્વાભાવિક રસ પડે જ.
પરિણામે મારી પાસે ભણતાં બાળકોની અંદર પણ મને કંઇક ને કંઇક નવું સંવેદન મળી જતું, જે વાર્તા જ નહીં પરંતુ વાર્તાથી પણ અદકેરું અનુભવાય. એ બધું તો આલેખવું શક્ય ન બને પણ એમાંના કેટલાંક સંવેદનો "રોલ નંબર્સ'' શીર્ષક હેઠળ અહીં આપની સમક્ષ નિખાલસ રીતે મૂકવા કોશિશ કરી છે.
-અજય ઓઝા