Sorry we are currently not available in your region.
સંપૂર્ણ જીવન વડોદરા
સંપૂર્ણ જીવન, વડોદરા નો પરિચય :
સંપૂર્ણ જીવન વિનામૂલ્યે આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન, વડોદરા નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવા નો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને.,જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના શ્લોક નું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન વડોદરા આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવી ને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાનમાં જોડાઈ જવા આમંત્રણ છે.
સંપૂર્ણ જીવન, વડોદરા ૩૬, અજિતનાથ સોસાયટી, પાણીની ટાંકી પાસે, કારેલીબાગ, વડોદરા - ૩૯૦૦૧૮ Mobile: 9913800133, 9409306178, Email: sampoournajeevanvadodara@gmail.com www.sjvadodara.co.in