સ્વ પૂજનીય પિતાશ્રી હંમેશા શિક્ષક હોવાથી સતત વાંચન કરતાં હતા. એમનાથી પ્રભાવિત થઈને મને પણ વાંચવાનો શોખ રહ્યો
છે. છેલ્લા ઘણા સમયથી મને કોવીડ પેંડેમીક ના કારણે થોડોક સમય મળવા લાગ્યો અને વલસાડી નામનું ખુબ જ પ્રખ્યાત ફેસબુક ગ્રુપ છે. જેમા દર અઠવાડિયે પ્રતિયોગિતા થતી હોય છે. જે ગ્રુપ માં હું નિયમિત લખતો થયો. સોમવાર થી શુક્રવાર સુધી કવિતા, વિચારો વગેરે લખી શકાય. ત્યાં રોજ લખવાની લગન ના કારણે દર અઠવાડિયે ૫ કવિતાઓ લખાતી જેનાથી મારો ઉત્સાહ વધતો. દર અઠવાડિયે પત્ની ઘ્વારા ટોપિક આપવામાં આવતો જેનાથી મારો પ્રથમ નંબર આવતો. પ્રથમ નંબર મળવાથી લખવાની ભૂખ
લાગી અને એમ કરતાં કરતાં ઘણી બધી કવિતાઓ લખાય ગઈ જે અહીં પુસ્તક રૂપે આપની સમક્ષ મૂકી રહ્યો છું.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners