નમસ્કાર! ઊભરતા સાહિત્યકાર અંકિત ચૌધરી “શિવ” અને સંજય શિયાદ “ફના” દ્વારા ઊભરતા કવિઓને ધ્યાનમાં રાખી એક કાવ્ય સંગ્રહ બનાવવાનું વિચાર્યું હતું અને આજે એ વિચાર ”અંતરનાદ” કાવ્ય સંગ્રહ નામે પ્રકાશિત થઈ રહ્યો છે. જેમાં અનેક કવિઓએ તેમની સ્વરચિત કૃતિ આપીને આ કાવ્ય સંગ્રહ પૂર્ણ કરવામાં યોગદાન આપ્યું છે. આ કાવ્ય સંગ્રહમાં કાવ્ય, ગઝલ, ગીત, ભક્તિ ગીત, મુક્તક અને હાઈકુનો સમાવેશ કરવામાં આવ્યો છે.