સર્જકના ચિત્તમાં આકાર પામેલાં આ સહિયારા સર્જન થકી ભાવક અને સર્જક બંને અભિભૂત થાય. સાચું સર્જન સર્જક અને ભાવક બંનેને મુક્તિનો અનુભવ કરાવે છે, સર્જનની પ્રત્યેક ક્ષણે સર્જક પોતાના અહમને વિલીન કરવાને બદલે તેને વિસ્તારી તેનું રૂપાંતરણ કરીને નવી કૃતિ મેળવે છે.