ડાયરી એક ટ્વિકી નામે ચકલીની - કથા સારાંશ:
લીલોતરીથી ભરપૂર પ્રદેશમાં ઘડાયેલ આ કથા ટવીકી નામે ચકલીની ન સમજાય એવી મનોવ્યથા રજુ કરે છે. પ્રૌઢ પુરુષ એને ગમવા માંડે છે અને હળવેથી એના હૈયામાં ઉથલપાથલ અનુભવે છે. માનવી અને પક્ષીઓની દુનિયાને સ્પર્શતી કથા આત્માઓની અદલાબદલી નાટકીય પરંતુ સહજ રીતે વર્ણવે છે. શું ટિવકી અને એના મનના માણીગરનું મિલન થાય છે? કેવા સ્વરૂપે?