"લાગણી- સંબંધોનો પ્રાણવાયુ" આ પુસ્તકના લેખિકા શ્રીમતી હેતલબેન મકવાણા "હેતદીપ" ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેરના વતની છે. તેઓએ એમ.એ.,બી.ઍડ.ની પદવી મેળવેલ છે. તેઓ વ્યવસાયે શિક્ષિકા છે. હાલમાં નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 7ના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં તેઓ ભાષાશિક્ષક તરીકે કાર્યરત છે. શ્રીમતી હેતલબેન બહુમુખી પ્રતિભા ધરાવતા લેખિકા છે. તેઓ વાર્તા, માઈક્રોફિક્શન, કવિતા, ગીત, લેખ તેમજ બાળસાહિત્ય લખે છે.
- શ્રી મનીષભાઈ શાહ "ફાગણિયો" કવિ અને લેખક શ્રી નડિયાદ