અવધૂતની અટારીએથી... પુસ્તકમાં 49 જેટલી કવિતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરળ ભાષામાં લખાયેલી આ કવિતાઓ ખરેખર ખૂબ મજાની છે. પ્રેમ, નફરત, દેશ, ગામ, જંગલ, નદી, ખેતરો, વૃક્ષો, શિક્ષણ વગેરે અનેક વિષયો પર સરસ કવિતાઓ આ પુસ્તકમાં જોવા મળે છે. કવિની ભાષા એકદમ સરળ છે. આબાલવૃદ્ધ સૌ કોઈ સમજી શકે એવી છે. ખૂબ સુંદર કાવ્યો છે.