જીવાત્માનું સ્વરૂપ
વર્તમાનમાં અસ્તિત્વમાં છે તે તમામ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેમનો ઉદ્દેશ્ય મનુષ્યને આનંદમાં રાખવાનો અને સમાજમાં શાંતિ સ્થાપવાનો છે. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ધર્મશાસ્ત્રોમાં મનુષ્યનું બંધારણ એટલે જીવાત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. મનુષ્ય પણ બે તત્ત્વોનું સંયોજન છે – એક આત્મા એટલે શાશ્ર્વત તત્ત્વ અને બીજું શરીર એટલે પંચમહાભૂત, જે સતત પરિવર્તનશીલ છે. આ બન્ને પ્રકારનું શિક્ષણ અધ્યાત્મજ્ઞાનમાં સમાવિષ્ટ છે.
આપણને આ બન્ને તત્ત્વોનું જ્ઞાન મળે તો સમજાય કે આપણે કોણ છીએ, શામાંથી બનેલા છીએ અને આપણા જીવનનું લક્ષ્ય શું છે? પછી એ લક્ષ્ય કઇ રીતે સિદ્ધ કરવું તે અંગે પ્રયત્ન કરી શકાય.
આ પુસ્તિક માં મનુષ્યના બંધારણનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં શરીરના પ્રત્યેક ઘટક વિષે પૂરતી સમજ અને તેની ઉપયોગિતાનું જ્ઞાન હોય તો તેનો લાભ શું મળે અને એ જ્ઞાનના અભાવમાં કેટલું નુકસાન થઇ શકે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.