કોઈ ઘટનાને, કોઈ અનુભવને, કોઈ સમજને, કોઈ... ગમે તે શબ્દ લઈ લો, આ કોઈ ચીજ વસ્તુને હમણાં ફકરા સ્વરૂપે વર્ણવવાનું કહેવામાં આવે તો ઘડી ભરમાં વર્ણવી શકાય પરંતુ જો પદ્ય સ્વરૂપે તેને પ્રગટ કરવું હોય તો લય સાથે લડવું પડે. પ્રેમ, વિરહ, દર્દ, લાગણી, અનુભવો, સંબંધ, સમાજ વગેરે જેવા અઢળક મુદ્દાઓને આવરી લેતી લગભગ ૭૦ જેટલી અછાંદસ કવિતાઓ આ પુસ્તકમાં આલેખવામાં આવી છે. પુસ્તકના રચયિતા અંજના વેગડા જેઓ એક ઉત્તમ શિક્ષક સાથે સાથે સાહિત્યકાર પણ છે જેઓ દ્વારા આ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું છે. કવયિત્રી શ્રી એ પોતાના મનના વિચારોના તરંગોને હૃદય ભાવ સાથે કાગળ ઉપર કંડાર્યા છે જેના પરિણામ સ્વરૂપે આ પુસ્તક આજે પ્રકાશિત થયું છે. લાગણી સભર રીતે લખેલું આ પુસ્તક લય અને પ્રાસની દૃષ્ટિએ સાહિત્ય જગતની ખૂબસૂરતી વધારી જાય છે.