Share this book with your friends

KETLAK SHABDO MARI KALAME / કેટલાક શબ્દો મારી કલમે...

Author Name: Keyuri Patel | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

કેયૂરી પટેલ દ્વારા લખવામાં આવેલ આ પુસ્તક માં ૫૦ કવિતાઓ/વાર્તાઓ/લેખો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જેમનું સ્થાન સર્વોચ્ચ છે એવાં માતા-પિતા, તેમજ રાષ્ટ્રપિતા એવાં ગાંધીજી, એ ઉપરાંત લોખંડી પુરુષથી ઓળખાતાં સરદાર પટેલ વગેરે જેવાં મહાન વ્યક્તિત્વ ધરાવતાં વ્યક્તિઓનાં ગુણગાન વર્ણનેલાં છે. આપણાં ગુજરાતીઓની માતૃભૂમિ એવી ગુર્જરધરાનું પણ વ્યાખ્યાન કરેલું છે. વાસ્તવિક જીવનની સાથે સંકળાયેલ અમુક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત આપણાં સમાજની રક્તવાહિની એવાં મધ્યમ વર્ગીય પરિવારની મનોદશાનું પણ વર્ણન કરેલું છે. વિવિધ વિષયો પર લખેલી કવિતાઓ પણ છપાયેલી છે.

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

કેયુરી પટેલ

કેયુરી પટેલ, ૨૦ વર્ષની વિદ્યાર્થિની અને એક લેખક. તેણીએ ઉચ્ચત્તર માધ્યમિક સુધી નો અભ્યાસ શક્તિ વિદ્યાલય માંથી કરેલ છે અને હાલ BCA નો અભ્યાસ JG college of computer applications માંથી કરી રહી છે. તે એક ગુજરાતી પરિવાર માંથી આવે છે. તે મૂળ અમદાવાદ, ગુજરત ની છે. એનાં પિતાનું નામ વિજયભાઈ પટેલ અને માતાનું નામ પ્રીતિબેન પટેલ છે. તે પોતાની જાતને એક ગુજરાતી તરીકે ગર્વ અનુભવે છે. તેનાં નામમાં જ તેના વ્યક્તિત્વનો ઉલ્લેખ જોવા મળે છે. કેયુરી એટલે બાજુબંધ. તે તેની આજુબાજુનાં તમામ બંધનોને પોતાનાં સારા વ્યવહારથી સાચવી રાખે છે. તે જલ્દીથી લોકો સાથે ભળી જવામાં માહિર છે. તેને નવાં-નવાં વ્યક્તિઓ સાથે વાત કરવી તેમજ એમને સમજવવા ગમે છે. તે કંઈક નવું જાણવા કે શીખવા માટે કાયમ ઉત્સાહિત જોવા મળે છે. તે પોતાના વિચારોને પોતાની કલમ દ્વારા એવી રીતે છાપે છે કે જાણે એ પાત્ર/દ્રશ્ય રૂબરૂ વાસ્તવિક જીવનમાં હોય. 

તમે તેને ઈન્સ્ટાગ્રામ માં @_keyuri_2012_ તરીકે શોધી શકો છો તેમજ તેના ઇમેઇલ patelkeyuri2002@gmail.com દ્વારા સંપર્ક પણ કરી શકો છો.

Read More...

Achievements