Join India's Largest Community of Writers & Readers

Share this product with friends

THE CHRISTMAS SECRET / ક્રિસમસનું રહસ્ય ક્રિસમસમાં વપરાતા પ્રતીકો,નાતાલ સાથે સંકળાયેલ સંબધિત બાઈબલ આધારિત પાત્રો-પરિચય-સ્થળો સહિતની માહિતી આ પુસ્તકમાં સચિત્ર આપી છે.

Author Name: SHAILESH RATHOD | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details
ક્રિસમસ-નાતાલ ઈસુ ખ્રિસ્ત અને ઘણી ધાર્મિક વિધિઓ સાથે સંકળાયેલ છે.નાતાલમાં વપરાતા પ્રતીકો,નાતાલ સાથે સંકળાયેલ સંબધિત બાઈબલ આધારિત પાત્રો-પરિચય-સ્થળો સહિતની માહિતી આ પુસ્તકમાં સચિત્ર આપી છે. આ પુસ્તક બાઇબલમાં ઈસુના જન્મ સાથે સંકળાયેલ પાત્રો અને પ્રતીકોને સમજાવે છે. ઈસુના જન્મસ્થળ અને તેમની સાથે જોડાયેલ અન્ય સ્થાનોના ફોટા સાથે માહિતી સામેલ છે.
Read More...
Paperback
Paperback 120

Inclusive of all taxes

We’re experiencing increased delivery times due to the restriction of movement of goods during the lockdown.

Also Available On

શૈલેષ રાઠોડ

શૈલેષ રાઠોડ સાહિત્ય જગતમાં “અભિધેય” ના ઉપનામથી જાણીતા છે,તો પત્રકાર જગતમાં શૈલેષ રાઠોડથી જાણીતા છે.તેઓ હાલમાં ફ્રીલાંસ જર્નાલિસ્ટ તરીકે કાર્યરત છે.તેઓ ગુજરાત સમાચાર,સંદેશ,દિવ્યભાસ્કર,નયા પડકાર જેવા અખબારોમાં સિનિયર જર્નાલિસ્ટતરીકે કામ કરી ચૂકેલ શૈલેષ રાઠોડ ઉત્તમ લેખક છે.તેઓ 67 વર્ષ જૂના ગાંધીયુગના સાપ્તાહિક “નવસંસ્કાર ‘માં સંપાદક છે.છેવાડાના માનવીની સમસ્યાને પ્રથમ મહત્વ આપવું અને પત્રકાર તરીકે હમેશા વિપક્ષ માં બેસવું -તે તેમનો મુખ્ય ધ્યેય છે.તેઓએ શિક્ષણને હૈયે વાસવી નવતર પ્રયોગો કર્યા હોય તેમજ અનેક ઇનોવેશન પ્રોજેકટ,શૈક્ષણિક પુસ્તકો લખ્યા હોય તેમનીશૈક્ષણિક અને સામાજિક સેવાઓને બિરદાવી રાજ્ય સરકારે વર્ષ-2018માં ગુજરાતનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પરિતોષિક-સન્માન આપેલ છે. જન્મ: 1 જાન્યુઆરી 1972 તખલ્લુસ : અભિધેય કુટુમ્બ: માતા-કરુણાબેન,પત્ની –પ્રીતિ ; પુત્ર – યુગ ,દીકરી-ઋતુ શિક્ષણ: એસ.એસ.સી. –સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ,ઉમરેઠ ડિપ્લોમા(ઈલે.) –બી.એન્ડ બી.પોલિટેકનિક,વિદ્યાનગર વ્યવસાય: ઉ.માં વિભાગમાં ઉદ્યોગ શિક્ષક,ફ્રીલાંન્સ જર્નાલિસ્ટ,કર્મશીલ ઓમેગા એજ્યુકેશન અને સૃષ્ટિ ફાઉન્ડેશનના સ્થાપક/ સંચાલક શાળાના વિદ્યાર્થીઓમાં જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવા માટેનું એકલ હાથ અભિયાન તેમના વિશે વિશેષ: બાળપણથી જ સાહિત્ય પ્રત્યે અભિમુખ હોય તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિ. થયા છતાં સાહિત્યને હૈયે રાખી સર્જનકાર્ય ચાલુ જ રાખ્યું.તેમણે ગુજરાતી સાહિત્યમાં 37 જેટલા પુસ્તકોનીની ભેટ આપી છે.તેમનું સૌથી પ્રસિદ્ધ બનેલ પુસ્તક ‘આત્માનું સૌંદર્ય”મહત્તમ ગુજરાતી પરિવારો માટે પ્રેરણા રૂપ બનેલ છે.40 હજારથી વધુ નકલો તેની વેચાઈ ચૂકી છે.તેમના “મિશન ઓમેગા” દ્વારા ગુજરાતનાં છેવાડાના વિસ્તારોમાં 95 થી વધુ કેન્દ્રો ઊભા કરી 1 લાખ 70 હજારથી વધુ વિધાર્થીઓ-યુવાનોને “કોમ્પ્યુટર-ઇન્ટરનેટ-ઓફિસ મેનેજમેંટ-સ્પોક્ન ઇંગ્લિસ”ની સમજ આપતી સર્વાંગી વિકાસ તાલીમ આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નિર્મિત એડોલેશન કાર્યક્રમ અંતર્ગત “આર્શ પાયલોટ પ્રોજેકટ”ની જવાબદારી સંભાળી પાઠ્યપુસ્તક રચનામાં મહત્વનુ પ્રદાન અર્પણ કરેલ છે.તેમના દ્વારા એડોલેશનના અનેક સંસ્થાઓમાં સેમિનાર યોજવામાં આવે છે. ખંભાત જેવા છેવાડાના ઉપેક્ષિત વિસ્તારમાં છેલ્લા 28 વર્ષથી કાર્યરત રહી આ વિસ્તારમાં ચેકડેમ નિર્માણ લડત અને સિલિકોસીસી પીડિતોને સહાયમાં મહત્વની ભૂમિકા ભજવેલ છે.આ વિસ્તારમાં રસ્તા,મીઠા પાણી અને સિંચાઇ સુવિધા માટે સતત કાર્યરત રહી સુવિધાઓ અપાવેલ છે. વ્યવસાયે ઉત્તમ અધ્યાપક અને કર્મે ઉત્તમ વ્યક્તિ શૈલેષ રાઠોડ ગુજરાતની પ્રતિસ્ઠિત સંસ્થા ઓમેગા એજ્યુકેશન,સૃષ્ટિ ફાઉન્ડેશનના ડાયરેકટર છે.”જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ’મંદબુદ્ધિ કેન્દ્ર તેમજ પીપલ્સ ટ્રેનિગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સલાહકાર છે.પ્રકૃતિ ચેરિટેબલ સંસ્થાના માનદ મંત્રી છે.શિક્ષણ,જીવન પ્રેરણા,સફળ ઘડતર,આદર્શ વ્યક્તિ વિશેષ અને ખૂણામાં જીવતા મનુષ્યો
Read More...