Share this book with your friends

Touch Me Not / ટચ મી નોટ

Author Name: Aarti Ramani 'angel' | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

આ વાત છે ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૨ની. સવારે ઘરનું બધું કામ આટોપી હું હજુ ફ્રી જ થઈ હતી. હંમેશાં લખવાની આદતથી ટેવાયેલી હું, જેવી ફ્રી થતી કે તરત કાગળ 'ને કલમ હાથમાં આવી જ જતી! મા સરસ્વતીની કૃપાથી જેવી કલમ હાથમાં લીધી કે તરત એક પ્લૉટ સ્ફુર્યો જે લાઘવિકા લખવા માટે જન્મેલો હતો.

       હું જ્યારે લાઘવિકા લખી રહી હતી ત્યારે શબ્દો ૧૫૦થી વધી ગયા અને શબ્દો જ્યારે ઘટાડવાની કોશિશ કરવા લાગી ત્યારે ભીતરથી એક પ્રેરણા થઈ કે "આ વાર્તા શબ્દો ઘટાડવા માટે નહીં, પરંતુ શબ્દો વધારવા માટે જન્મી છે!" આ લાઘવિકા ખરેખર એક નવલકથા માટે જ જન્મી હતી. ત્યારબાદ આ લાઘવિકાને નવલકથા સ્વરૂપે લખવાની તડામાર તૈયારી મેં હાથ ધરી. ૧૯મી ડિસેમ્બરે શરૂ કરેલી લાઘવિકા તો મેં ૨૧ ડિસેમ્બરે પૂરી કરી, પરંતુ પ્લૉટ તો આખો ઘટનાક્રમ મુજબ તૈયાર જ હતો તો પછી "લખવામાં વાર શું?" એમ વિચારી લાઘવિકા લખવાની સાથે જ ૨૦મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ આ નવલકથા લખવાનું પણ શરૂ કર્યું જે ૨૧મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ કાગળ પર રફ્લી પૂર્ણ થયું. ટાઇપિંગ કરવામાં, વાર્તાને મઠારવામાં, પ્રૂફ રીડિંગ કરવામાં થોડો સમય લાગ્યો અને અંતે બધા ફેરફારો બાદ ૨૭મી માર્ચ, ૨૦૨૩ના રોજ આ નવલકથાનો સંપૂર્ણ રીતે જન્મ થયો.

       ૧૪મી એપ્રિલ, ૨૦૨૩ના જ્યારે હું પ્રકાશકને મોકલવા ફાઇલ તૈયાર કરતી હતી ત્યારે મને લાગ્યું હજુ અંતમાં ઘણી નવી મરોડ આપી શકાય તેમ છે. જીવનસાથી સાથે જ્યારે મને સૂઝેલ બે નવા ચોટદાર વળાંકની ચર્ચા કરી તો તે બેમાંથી એક વળાંકને તે એક નવા જ વળાંક પર લઈ ગયા અને બીજો વળાંક તેમણે અને મારી નાની બહેને એકદમ વધાવી લીધો. જે બન્ને વળાંક સાથે ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના આ નવલકથા એક નવાં જ સ્વરૂપે જન્મી.
     
      નવલકથાનું રહસ્ય ખોલતો અંત વાચકોને ખરેખર ચોકાવી દેશે.

       

Read More...
Paperback
Paperback 210

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

આરતી રામાણી 'એન્જલ'

"એન્જલ"નાં ઉપનામથી ઓળખાતી હું આરતી રામાણી, ગદ્ય અને પદ્ય બન્ને શૈલીમાં લખું છું. ગીત, ગઝલ, હઝલ, કવિતા, કાવ્ય, લાઘવિકા, લેખ મારાં હૃદયની નજીક રહ્યાં છે. કલમ બહુ નાનપણથી મારી સાથે જોડાયેલી. સાતમાં ધોરણથી મેં લખવાનું શરૂ કર્યું જે ફક્ત મારી નોટબુક પૂરતું સીમિત રહેતું. સમય જતાં સોશિયલ મીડિયાએ સાહિત્ય જગત સાથે પરિચય કરાવ્યો ત્યારથી અનેક ગ્રુપોમાં ઍડમિન તથા નિર્ણાયક તરીકે તો કેટલાંક ગ્રુપોમાં સ્પર્ધક તરીકે હું સાહિત્યનું ખેડાણ કરું છું.

       અનેક સ્પર્ધાઓમાં વિજેતા શિલ્ડ, મેડલ, સર્ટિફિકેટ મળ્યાં છે. ઇન્ડિયન ટૅલેન્ટ, પ્રાઇડ ઑફ ઇન્ડિયા, નારી રત્ન સન્માન, પર્યાવરણ પ્રેમી, ઑથર ઑફ ધ વિક જેવાં અનેક ઍવૉર્ડ્સ મળ્યાં છે. ઘણાં ન્યૂઝ પેપર, મૅગેઝિનમાં મારી રચનાઓ પ્રકાશિત થઈ છે. ગુજરાત મેઇલ ન્યૂઝ પેપરની કૉલમિસ્ટ છું. સંગિની પૂર્તિમાં સ્ત્રી આધારિત લેખ મંગળવારે માણી શકો છો. મારી યૂટ્યૂબ ચેનલ 'એન્જલની કલમે'માં‌ પણ મારી રચનાઓ માણી શકો છો. સહિયારાં ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. સ્વતંત્ર આ મારું પ્રથમ પુસ્તક છે.

       મારી પ્રથમ નવલકથા વિદેશી સંસ્કૃતિ પર આછો પ્રકાશ પાડે છે. કાલ્પનિક નવલકથામાં મેં વાસ્તવિકતા લાવવાનો પૂરો‌ પ્રયત્ન કર્યોં છે. આ નવલકથામાં અંત સુધી જળવાયેલું સસ્પેન્સ વાંચકોના મનમાં ઉત્સુકતા જન્માવશે તો થ્રિલર ડરાવશે. પ્રેમ અને પ્રણયથી વાંચક ખુદ તરબોળ થઈ જશે તો વિરહ વખતે થોડી આંખો ભીની થશે. આ નવલકથા બધાનાં હૃદયમાં ઊંડી છાપ છોડશે એવી આશા સાથે હું, આ નવલકથા પ્રકાશિત કરું છું.

Read More...

Achievements

+9 more
View All