“સ્નેહાંશ” આ પુસ્તકમાં કેટ કેટલી હકીકતોને ખૂબ જ ઝીણવટભરી નજરથી સૂક્ષ્મ સ્વરૂપમાં ઉંડાણ પૂર્વક વર્ણવવા લેખિકાએ ખૂબ જહેમત ઉઠાવી છે. આજકાલ સમયનો અભાવ છે, લાંબુ વાંચવા લોકો ટેવાયેલા નથી ત્યારે લેખિકા દ્વારા આપવામાં આવેલું આ પુસ્તક એક આશીર્વાદ સમાન છે. “સ્નેહાંશ” નાં દરેક સુવિચારમાં હકીકતો વર્ણવી છે જે સામાન્ય રીતે મનુષ્ય જીવન સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલી જોવા મળશે.