વેદવિદ્યા સર્વ પ્રકારની વિદ્યાનું મૂળ છે. ભણવું- ભણાવવું, શીખવું- શીખવવું , પઠન કરવું ,સેવા કરવી - કરાવવી એમ કરવાથી વ્યકિતની આકૃતિ સૌમ્ય બની જાય લોકોમાં તેની પ્રતિષ્ઠા વધતી જાય છે આ વિદ્યા જ પ્રતિષ્ઠા વધારે છે.-વેદોની વાણી (યજુર્વેદ)
માધવી શર્મા વ્યવસાયે પ્રાધ્યાપક અને શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બાળપણથી તેઓ ધાર્મિક ક્ષેત્રે કાર્યરત અને સેવા ભાવિ સંસ્થાઓ સાથે કામ કરે છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવ્યા પછી એમ. એસ.સી.- એમ. એડ સુધીનો અભ્યાસ વલ્લવિદ્યાનગરમાં મેળવ્યો.ત્યારબાદ સંશોધન ક્ષેત્રે રસ હોવાના લીધે પી. એચ. ડી.ની પરીક્ષા બાદ શિક્ષણ માં સંશોધન માટેનો અભ્યાસ કરી રહ્યા છે.લેખન કાર્યમાં રસ તેઓને છે એવું એમને કૉલેજ કાળ માં ધ્યાનમાં આવ્યું તેઓ મોટાભાગે શ્રીમદ્ ભગવદ્ ગીતા તત્વચિંતન, મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર, યોગ ,સ્વસ્થજીવન વગેરે રસ ના વિષયો છે. 28 ફેબ્રઆરી 2021 ના દિવસે યંગ અચિવર પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યાં
પાર્થ પટેલ વ્યવસાયે શિક્ષક છે.સ્વભાવે સંગીત સાથે જીવન રંગાયેલું છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું અને ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાએ તેઓ ગામથી દુર અરવલ્લી જીલ્લાજિલ્લાના બાયડ મુકામે લીધું ત્યાર બાદનું શિક્ષણ અલગ જગ્યાએ પેટલાદ, કપડવંજ અને અમદાવાદ લીધું. સંગીતમાં અભ્યાસ શરૂ કર્યો શરુ કર્યું અને સાથે સાથે ગીત,ગઝલ અને વાર્તાઓ જાતે લખીને કમ્પોઝ કરતા પણ શીખ્યું.શ્રીમદ ભગવતગીતા તેમના જીવનનો એક તાત્વિક ભાગ બની ગયો. તત્વચિંતન ,વેદ ,યોગ અને ગીત- કમ્પોઝ કરવાની કલાને ગતિ આપી જેમાં *પેહચાન ને* ગીત તેમની ઉત્તમ કૃતિ છે.સંગીત તેમના રસના વિષય છે.
હાલમાં ૩૧-૧-૨૧ માં ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માધવી અને પાર્થ વર્લ્ડ રકૉર્ડ ઈન્ડિયા માં નામ દર્જ કરવ્યા છે .લેખનની સાથે સાથે તેઓ તેમની ફિલ્ડમાં પણ ઘણા રસ ધરાવે છે આ પુસ્તકમાં તેઓએ સમાજના વિવિધ પાસાઓને લગતા પ્રશ્નોને આલેખીને તેના જવાબો આપવાનો પ્રયત્ન કર્યો છે તેમનો ઉદ્દેશ્ય કોઈની લાગણીને દુભાવવાનો બિલકુલ નથી .દરેક માણસના અલગ વિચારો હોઇ શકે છે .