Share this book with your friends

Nakali Narayan Sahajanand / નકલી નારાયણ સહજાનંદ Sanatan Dharm na Upasya Devo ne Lupt Karva Angrejo ni Madad thi Ubho Karayelo ek Baherupiyo

Author Name: Dr. Kaushik Chaudhary | Format: Paperback | Genre : Religion & Spirituality | Other Details

શું તમે જાણો છો કે છેલ્લા ૨૦૦ વર્ષથી સનાતન ધર્મના ગર્ભમાં એક મોટું ષડયંત્ર ઉછરી રહ્યું છે?


ડૉ. કૌશિક ચૌધરી દ્વારા લિખિત આ પુસ્તક, “નકલી નારાયણ સહજાનંદ”, એક એવા ઐતિહાસિક ષડયંત્રનો પર્દાફાશ કરે છે જેણે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, દેવી શક્તિ અને અન્ય વૈદિક દેવતાઓને એક સામાન્ય મનુષ્યના સેવક બતાવી પૂજવા માટે અયોગ્ય કહી દીધા અને તે સામાન્ય મનુષ્યને અંગ્રેજોની મદદથી સનાતન ધર્મનો એકમાત્ર સર્વોપરી ભગવાન બનાવી દેવાની કોશિશ કરી. આ પુસ્તક સ્પષ્ટ કરે છે કે ૧૯મી સદીમાં અંગ્રેજોએ સનાતન હિંદુ ધર્મને અંદરથી નષ્ટ કરવા ખ્રિસ્તી પાદરીઓની મદદથી સ્વામિનારાયણ સંપ્રદાય રૂપી એક નવા પંથ અને નવા ભગવાનને હિંદુ દેખાવ અને હિંદુ શબ્દો સાથે સ્થાપવાનું કાર્ય કર્યું, અને આજે એ ષડયંત્ર વિસ્તરીને વિશ્વભરના હિંદુઓનું ધર્માંતરણ કરી રહ્યું છે. આ પુસ્તક એક ઊંડા ઐતિહાસિક અને શાસ્ત્રીય સંશોધનનો દસ્તાવેજ છે. આ માત્ર એક પુસ્તક નથી, પરંતુ ધર્મના નામે ચાલતા અધર્મને પડકારવાનું અને સત્યને પુનઃસ્થાપિત કરવાનું એક મોટું અભિયાન છે!

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

ડૉ. કૌશિક ચૌધરી

ડૉ. કૌશિક ચૌધરી ગુજરાત સ્થિત આધ્યાત્મિક રીતે પ્રબુધ્ધ લેખક, કટારલેખક અને ડેન્ટલ સર્જન છે. તેમણે વિશ્વભરમાં પ્રકાશિત થયેલ તેમના પ્રથમ પુસ્તક “It's not a Creation, It's a Projection through Expression" માં વેદાંત અને આધુનિક વિજ્ઞાનને જોડતું સૃષ્ટિનું નવું મોડલ આપ્યું છે. ડૉ. કૌશિક ‘ગુજરાત સમાચાર’ અને ‘લોકસત્તા જનસત્તા’ જેવા અગ્રણી દૈનિકો અને ‘ફીલિંગ’ અને ‘સાધના’ જેવા જાણીતા સામયિકોમાં લેખો લખી ચુક્યા છે. The Play of Justice નામની તેમની અંગ્રેજી નવલકથા ન્યાયદર્શનમાં વર્ણવાયેલા ન્યાયના પ્રાચીન સિદ્ધાંતને થ્રિલર વાર્તા દ્વારા આધુનિક યુગમાં પુનર્જીવિત કરે છે. તેમનું લેખન માત્ર સાહિત્યિક નથી, પરંતુ દાર્શનિક અને સામાજિક ચેતનાનું દસ્તાવેજ છે. 

Read More...

Achievements

+13 more
View All