Share this book with your friends

Jeevatmanu Swaroop / જીવાત્માનું સ્વરૂપ

Author Name: Sampoorna Jeevan Vadodara | Format: Paperback | Genre : BODY, MIND & SPIRIT | Other Details

જીવાત્માનું સ્વરૂપ 

વર્તમાનમાં અસ્તિત્વમાં છે તે તમામ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેમનો ઉદ્દેશ્ય મનુષ્યને આનંદમાં રાખવાનો અને સમાજમાં શાંતિ સ્થાપવાનો છે. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ધર્મશાસ્ત્રોમાં મનુષ્યનું બંધારણ એટલે જીવાત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. મનુષ્ય પણ બે તત્ત્વોનું સંયોજન છે – એક આત્મા એટલે શાશ્ર્વત તત્ત્વ અને બીજું શરીર એટલે પંચમહાભૂત, જે સતત પરિવર્તનશીલ છે. આ બન્ને પ્રકારનું શિક્ષણ અધ્યાત્મજ્ઞાનમાં સમાવિષ્ટ છે.

આપણને આ બન્ને તત્ત્વોનું જ્ઞાન મળે તો સમજાય કે આપણે કોણ છીએ, શામાંથી બનેલા છીએ અને આપણા જીવનનું લક્ષ્ય શું છે? પછી એ લક્ષ્ય કઇ રીતે સિદ્ધ કરવું તે અંગે પ્રયત્ન કરી શકાય.

આ પુસ્તિક માં મનુષ્યના બંધારણનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં શરીરના પ્રત્યેક ઘટક વિષે પૂરતી સમજ અને તેની ઉપયોગિતાનું જ્ઞાન હોય તો તેનો લાભ શું મળે અને એ જ્ઞાનના અભાવમાં કેટલું નુકસાન થઇ શકે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

સંપૂર્ણ જીવન વડોદરા

સંપૂર્ણ જીવન,  વડોદરા નો પરિચય : 

સંપૂર્ણ જીવન  વિનામૂલ્યે  આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન, વડોદરા નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવા નો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને.,જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના   શ્લોક નું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન વડોદરા આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવી ને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાનમાં જોડાઈ જવા આમંત્રણ છે.

સંપૂર્ણ જીવન, વડોદરા
૩૬, અજિતનાથ સોસાયટી, 
પાણીની ટાંકી પાસે, 
કારેલીબાગ, 
વડોદરા - ૩૯૦૦૧૮
Mobile: 9913800133, 9409306178,
Email: sampoournajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in

Read More...

Achievements

+1 more
View All