Share this book with your friends

Man naa Manaka / મનના મણકા

Author Name: Dr. Snehal K. Joshi | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

   જીવનના ચઢાવ અને ઉતારો, બનતી ઘટનાઓ અને વિવિધ પાત્રોને આલેખતી એકવીસ નાની કથાઓના મણકારૂપી સમૂહ એટલે "મનના મણકા". દરેક કથા તમારા હૃદયના તારને ઝણઝણાવે... માનવીય સંવેદનાઓને જગાડે અને તમારા આત્માને ઢંઢોળે.. જીવન જીવવાના વિવિધ આયામો.. મોરપિચ્છના રંગોની જાણે  મેઘધનુષ થઇને નભને સજાવે, તેમ માનવીય સંવેદનાઓને આલેખતી એકવીસ નાની કથાઓનો સમૂહ એટલે "મનના મણકા".    એક એક કથા તમને પોતીકી લાગે... તાદાત્મ્ય સાધી શકાય તેવી જીવનની ઘટના.. તમારા પુસ્તકોના રત્નોમાં વધુ એક સુંદર રત્નનો ઉમેરો કરવા લાયક આ પુસ્તક એટલે "મનના મણકા". 

Read More...
Paperback
Paperback 180

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ડો. સ્નેહલ કે. જોષી

ડો. સ્નેહલ કે. જોષી કોમ્પ્યુટર સાયન્સ અને આઈ.ટી. વિષયનાં આધ્યાપક. છેલા પચ્ચીસ વર્ષથી વલસાડની ધરતીને કાર્યભૂમિ બનાવી, અધ્યાપનનું કાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા વિવિધ ટેક્નિકલ વિષયોને લગતા અગિયાર  પુસ્તકો  પ્રગટ થઇ ચુક્યા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા ઊપર સારી હથોટી અને સમૃદ્ધ વાંચન તેમનો શોખ. નાની, જીવનને સ્પર્શતી વાતોનું બારીકાઇથી અવલોકન અને વર્ણન તેમના લેખનમાં ઝળકે છે. વાંચન, લેખન ઉપરાંત ફોટોગ્રાફી, સંગીત, ક્લાસિકલ ફિલ્મો અને પ્રવાસનો શોખ. વિશ્વના ઓગણીસ દેશો ઉપરાંત લગભગ સંપૂર્ણ ભારતનો પ્રવાસ કરી ચુક્યા છે. આધ્યાત્મ અને ભારતીય તત્વજ્ઞાન, સંસ્કૃત અને સંસ્કૃતિ તેમના રસનો વિષય. ઉપનિષદ, વેદ અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો સારો અભ્યાસ તેમની દરેક વાર્તાઓમાં ઝળકે છે. આવા પ્રતિભાશાળી લેખક ડો. સ્નેહલ કે. જોષી લેખિત એકવીસ નાની વાર્તાઓ(મણકા) નો સમૂહ એટલે "મનના મણકા".

Read More...

Achievements

+6 more
View All