Share this book with your friends

Mirage / મૃગજળ

Author Name: Nikhil Chouhan | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

એમ તો અત્યારની ન્યૂ જનરેશનની લવ સ્ટોરીની શરૂઆત કા તો કોલેજમાં, કા તો રેલવે સ્ટેશન પર નહીં તો બસ સ્ટોપ પર શરું થાય છે, પણ મારી સ્ટોરી જરા હટકે છે એવી કોઈ ઘટના મારા જોડે નથી બની જે બીજાઓની લવ સ્ટોરીમાં બને છે.

મારી સ્ટોરી ના તો કોલેજ માં શરૂ થઈ ના તો રેલવે સ્ટેશન પર ના તો બસ સ્ટોપ પર. મારી સ્ટોરી કોઈ બીજાની દેન છે. મારા ભાઈ તેજસની, મારી ફોઈનો છોકરો શૈતાન, મસ્તીખોર, હંમેશા રમુજ કરવા વાળો. એનાં પપ્પાનાં હોવાના કારણે અમે એને વધારે લાડ અને પ્રેમ આપી રાખ્યો હતો.

આ સ્ટોરી એક સામાન્ય માણસ માટે એક સંદેશ છે, કે દર વ્યક્તિનાં જીવનમાં એક એવો સમય આવે છે કે શું કરવું અને શું નાં કરવું  એ વિચારવા માણસ મજબૂર થઈ જાય છે, અને એક સામાન્ય વ્યક્તિ એવા સમયે શું નિર્ણય લે છે અને ખરેખર શું નિર્ણય લેવો જોઈએ તે અહિયાં દર્શાવ્યું છે એ તો તમે વાંચશો એટલે તમને અંદાજ આવી જશે.

મારી આ નોઁવેંલ બુક મારા જીવન ની સાચી ઘટના પર આધારિત છે, કદાચ હું ગલત પણ હોઇ શકું અને એ પણ સાચી હોઈ શકે. કા તો હું સાચો હોઈ શકું અને એ ગલત હોય. આ અસમંજસનાં કારણે મેં આ બુક લખી છે. હવે તમારાં અભિપ્રાયમા જ મારો જવાબ છુપાયેલો છે. 

પ્રેમ શું છે ? કેવી રીતે થાય છે ? કેમ થાય છે ? કયાં કારણે થાય છે ? પ્રેમ બધાના નસીબમાં કેમ નથી હોતો ? એમ તો દરેક વ્યક્તિનાં અલગ અલગ જવાબ અને અલગ અલગ અભિપ્રાય હોય છે. જો તમે આ સ્ટોરીને તમે પહેલાથી છેલ્લાં સુધી આખી વાંચશો તો તમને આ બાધા સવાલો નો જવાબ મળી જશે અને એ સવાલોનાં જવાબ પણ મળી જશે જે સવાલ સામાન્ય પ્રેમીઓમા ઊભા થાય છે.

Read More...
Paperback
Paperback 200

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

નિખિલ ચૌહાણ

લેખક વિશે જણાવીએ તો નિખિલ ચૌહાણ જેમણે બી. ઈ. એન્વાયારમેન્ટ એન્જિનિયરિંગ કર્યું છે. એમને બાળપણ થી વાર્તાઓ સાંભળવાનો ઘણો શોખ હતો એમના પિતા એમને નાનપણ માં વાર્તાઓ કહેતાં, ત્યારથી એમનામાં શોખ જાગ્યો હતો. લેખક તરીકે ની એમની ઓળખ ત્યારે થઈ જ્યારે ૯ માં ધોરણ માં એમની વાર્તા ગુજરાત સમાચાર ના જગમગ પૂર્તિ માં છપાઈ. ત્યારબાદ એમને પાછળ વળીને જોયું નહિ. નોકરીની સાથે સાથે તેઓ સાહિત્ય ક્ષેત્રે પણ પોતાનો ફાળો આપે છે. તેનો માતૃભારતી, પ્રતિલિપિ, શોપીઝેન, વગેરે જેવી એપ્લિકેશન પર પોતાની વાર્તાઓ, કવિતાઓ અને શાયરીઓ અપલોડ કરે છે. આ બધાની સાથે સાથે તેઓ મૂવી ની સ્ક્રિપ્ટ, શોર્ટ મૂવી સ્ક્રિપ્ટ અને સોંગ લિરિસિસ્ત તરીકે પણ કામ કરે છે. તેઓનું સપનું ગુજરાતી સાહિત્ય અને હિન્દી સાહિત્ય માં નામનાં મેળવવાનું છે....

Read More...

Achievements

+9 more
View All