Share this book with your friends

Achanak / અચાનક

Author Name: Grishma Pandya | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

અચાનક આવી પડેલા ઝંઝાવાતમાંથી પસાર થવું. અચાનક ફૂટેલી હૈયાની લાગણીઓથી સહજ રહેવું . અચાનક તૂટેલા સપનાઓને ફરીથી જોડવાના પ્રયાસમાં રહેવું. અચાનક ધોમ ધગતા તાપમા કોઈનો શીતળ છાંયડો બનવું. અચાનક સુરજથી અંજાયેલી આંખને શાતા આપતો પૂનમનો ચાંદલિયો બનવુ. અચાનક વિટંબણાથી વીંટળાયેલી જિંદગીને શાંત અને સરળ બનાવવી.

Read More...
Paperback
Paperback 270

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

ગ્રીષ્મા પંડ્યા

મારી નાનકડી ઓળખાણ આપું તો, હું ગ્રીષ્મા નીતિન પંડ્યા. શ્રી નીતિન પંડ્યા અમદાવાદ સ્થિત શ્રી વિદ્યાનગર હાયર સેકન્ડરી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મમ્મી - પપ્પા પણ શિક્ષક! મારા બહોળા વાંચનને લીધે જ કદાચ હું ધીરે ધીરે લખાણ તરફ પ્રેરાઈ! અને પછી લખતી ગઈ. મારી લખેલી પુસ્તિકાઓનું વિમોચન પણ કર્યું. વાચકોનો બહોળો પ્રતિસાદ પણ મળ્યો! અને હું પ્રોત્સાહિત થઈને બસ, વધુને વધુ લખતી ગઈ! 'અનુભૂતિ', 'અવિરત' અને 'અચાનક' મારાં ત્રણ પુસ્તકો છે. 'અનુભૂતિ'માં કાવ્ય, ગઝલ, શાયરીનો સમાવેશ છે. 'અવિરત'માં ટૂંકી વાર્તાઓનો સમાવેશ છે. આમાંથી 'અચાનક' આપ સમક્ષ પ્રસ્તુત કરી રહી છું.

બાળપણ ખૂબજ મસ્તીથી વીત્યું, પપ્પા શ્રી. ગિરીશભાઈ દેસાઈ ગુજરાતી સાહિત્યના પ્રોફેસર રહ્યા. બહેન સ્નેહા ડૉક્ટર છે અને હંમેશાં મારી પડખે ઊભી રહે છે. મારાં બંને બાળકો વિદેશમાં સેટલ છે, પાર્થ અને મંજુષા, મૌલી અને કરણ એકબીજા સાથે ખુશ છે. હવે મારી પાસે સમય જ સમય છે. સમયાંતરે હવે આપણે શબ્દવેલીથી વીંટળાયેલા રહીશું.

Read More...

Achievements

+9 more
View All