Share this book with your friends

Big Fight / મોટું ધિંગાણું (પ્રસંગકથા : ભાગ-1)

Author Name: Anantray Vyas | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

'પ્રસંગકથા' નામે લેખક દ્વારા લખવામાં આવેલી આ પુસ્તકની વાર્તાઓ સમાજજીવનની સાચી ઘટનાઓમાંથી લેવામાં આવી છે. સરળ ભાષા, સામાન્ય પ્રસંગો અને અંતમાં આવતી ચોટ વાચકોનાં અંતરમાં ઊતરી જવા માટે સક્ષમ છે. લેખકનું આ દસમું પુસ્તક છે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

અનંતરાય વ્યાસ

શ્રી અનંતરાય વ્યાસે માત્ર 9 વર્ષની વચે પિતાનું છત્ર ગુમાવ્યું ને સ્નેહાળ મોટાભાઈ સાથે રહેતા થયા. મોટાભાઈનો પગાર હતો 18 રૂપિયા અને ઘરમાં સભ્યો હતા 9. પોતાની જવાબદારી સમજીને શ્રી અનંતરાય વ્યાસે 15 વર્ષની વયે મહુવા ખરીદ-વેચાણ સંઘમાં બિલ બનાવવાની નોકરી મેળવી લીધી. 1951માં મેટ્રીક પાસ થયા અને રાજુલા મિડલ સ્કૂલમાં શિક્ષક બન્યા. એ પછીનાં 10 વર્ષ ગઢડા, તળાજા, ત્રાપજ સ્કૂલમાં એમની બદલી થઈ. અલબત્ત, ભણાવતાં ભણાવતાંય ભણવાનું એમણે ચાલુ રાખ્યું હતું. 1966માં બાઉદીન કૉલેજ, જૂનાગઢમાં લેક્ચરર તરીકે જોડાયા. 1968માં આર આર લાલન કૉલેજ, ભૂજ ખાતે બદલી થઈ. 1983થી સરકારી આર્ટ્સ કૉલેજ, ગાંધીનગરમાં જોડાયા અને ત્યારથી ગાંધીનગરના થઈને રહ્યા. હાલ પુત્ર-પરિવાર સાથે તેઓ જામનગરમાં નિવાસ કરે છે.

Read More...

Achievements