Share this book with your friends

Buchkaro / બુચકારો પ્રેમનો સુખદ અનુભવ કરાવતો વાર્તાસંગ્રહ

Author Name: Sunil Gohil | Format: Paperback | Genre : Young Adult Fiction | Other Details

પ્રેમ એક એવી લાગણીનો વરસાદ છે કે જેમાં દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો ભીંજાયો જ છે. પ્રેમમાં મિલન છે, વિરહ છે, સુખ છે તો ક્યારેક દુ:ખ છે. પ્રેમમાં દરેક વ્યક્તિનો અલગ અલગ અભિપ્રાય છે. પ્રેમ એટલે રાધા કૃષ્ણની આરાધના અથવા તો એમ કહું કે પ્રેમ એટલે રાધાકૃષ્ણ. મારા ત્રણ સફળ પુસ્તકો બાદ એક વર્ષ સુધી ઘણી વાર્તાઓ લખી અને એમ ખાસ તો પ્રેમકથાઓ લખી. મારી પ્રેમકથાઓ દરેક ઉમરના લોકો માટે છે, આ વાર્તાસંગ્રહમાં કોઈને કશું શીખવવાનો પ્રયાસ નથી ફક્ત પ્રેમનો સુખદ અનુભવ છે. મારા પહેલાના ત્રણ પુસ્તકોને જે રીતે વાંચકોએ વધાવ્યા છે એમ જ આ મારુ ચોથું પુસ્તક અને મારો પ્રથમ વાર્તાસંગ્રહ દરેક વાંચકો વધાવશે એવી આશા છે. 

Read More...
Paperback
Paperback 310

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

સુનિલ ગોહિલ "માસ્તર"

સુનિલભાઈ ગોહિલ એમનો નવો વાર્તા સંગ્રહ "બુચકારો" લઈને આવી રહ્યા છે.

હું લગભગ ત્રણેક વર્ષથી એમના સંપર્કમાં આવ્યો છું ત્યારથી એમનો નિયમિત વાચક અને પ્રશંસક રહ્યો છું.

સુનિલભાઈની કલમે વાર્તા, નવલકથા, નવલિકા, લઘુનવલ, લાઘવિકા, માઇક્રો ફિક્શન, કવિતા જેવા ઘણા બધા સાહિત્ય રૂપોમાં ખેડાણ કર્યું છે. મને એમની વાર્તાઓ અને લઘુવાર્તાઓ સવિશેષ ગમે છે. એમની પ્રકાશિત બુક્સ, કોલમ ઉપરાંત એમની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ચેનલ ઉપરની પોસ્ટની કાયમ આતુરતાથી રાહ જોતો હોઉં છું.

એમની વાર્તાઓ પ્રેમ, શિક્ષણ, રાજકારણ અને સામાજિક વ્યવસ્થા જેવા ઘણા બધા વિષયોને સ્પર્શે છે અને દર વખત એમાંથી કંઇક નવું લઈને આપણી સામે આવે છે. એમની વાર્તા કે માઇક્રો ફિક્શન વાંચીને આપણને બે ઘડી વિચારતા અને ક્યારેક રડતા કરી મૂકે છે. 

એમની વાર્તાઓમાં એમનો ભાવનગર પ્રેમ પણ ખાસ છલકાય છે. તેઓ ભાવનગરની ભાષા અને સ્થળોનો ખૂબીપૂર્વક ઉપયોગ કરી જાણે છે. એમની છણાવટ ખૂબ તલસ્પર્શી હોય છે એટલે ભાવનગરના વતની અને ભાવનગરને જાણનારા લોકો એમની વાર્તામાં ખાસ કનેક્શન અનુભવી શકે છે. મારા એમને ગમી જતા શેરને ઘણીવાર એમની વાર્તામાં સ્થાન આપીને મને આભારી પણ કરતા રહે છે.

તેમના અન્ય પુસ્તકોની જેમ આ બૂચકારો પણ સુપર ડુપર હિટ જ હશે. જલદીથી આ અને બીજા પુસ્તકો હાથમાં આવે એની આતુરતા સહ પ્રતીક્ષા...

Read More...

Achievements

+7 more
View All