Share this book with your friends

Dokiyu / ડોકિયું

Author Name: Ainak | Format: Paperback | Genre : Poetry | Other Details
ફેરવી લો એ આછું ડોકિયું અત્યાર સુધી જીવી ગયેલા જીવન પર અને ફરી એ યાદ ન કરતાં આ તક અને વર્તમાન ક્ષણોને સારી કે ખરાબ ન જોતા વધાવી લો. અનુભવ લઇ ભૂલી જાવ કષ્ટદાયી ભૂતકાળની દઝાડતી વાતો અને ન વિચારો શું ભવિષ્ય હશે? જીવી જાઓ વર્તમાનની દરેક ક્ષણ, તક ઝડપીને પોતાની ઉત્તમ કામગીરીના અહેવાલથી. બસ, એ જ નક્કી કરશે તમારી ભાવિ બેનામ પળોનું નામ શું રાખવું? ભારતની વૈદિક અતિ પ્રાચીન સંસ્કૃતિની વાતોનો આછો અહેવાલ થકી વ્યક્તિ શ્રેષ્ઠ ગુણ, કુટુંબ શ્રેષ્ઠ ગુણ, સમાજ શ્રેષ્ઠ ગુણ અને રાષ્ટ્ર શ્રેષ્ઠ ગુણ ના બીજ ક્યાંથી લાવવા? એનું પદ્યાંકિત અંકન એટલે ડોકિયું. શબ્દો ધારદાર ઘણા છે, હૃદય છેદન થશે પણ જો માનવ્ય તમારામાં ઝળહળતું હશે તો શબ્દોના ઘાવ છતાં હોઠે મધુર મુસ્કાન અવશ્ય રહેશે. એક વખત વાંચી જુઓ. એક ગુણ પણ આવી ગયો ભીતર તો પણ પદ્યાંકિત વર્ણન ઈશદયાથી સફળ છે.
Read More...
Paperback
Paperback 80

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ઐનક

હું કોણ છું? જાણવું એ જરુરી નથી. ન હું કવિ છું, ન કર્તા. હું તો સમાજનું શુભ કલ્યાણ થાય એ માટેનો દ્રષ્ટા છું. કર્મ કરવા ગમે છે પણ નામનો અભિલાષી નથી. જ્યારે કોઈ વ્યક્તિનો માનવ સમાજ પર અંતઃકરણનો પ્રેમ હોય છે ત્યારે તેના સમાજ પતન પર નીકળતા શબ્દો પદ્યાંકિત થાય છે અને રચના બને છે. 'ડોકિયું' પણ કંઇક એવી જ હૃદય ઉદ્દગમી ઈશપ્રેરી કાવ્યિત પંક્તિઓ છે. હું કોણ હોવ છું રચના કરવાવાળો? મારી કૃતિ, મારી બુદ્ધિ ઈશ સમર્પિત છે અને એને મળતો યશ પણ ઈશ સમર્પિત છે તેથી જ તો હું નિમિત્ત માત્ર છું.
Read More...

Achievements