Share this book with your friends

Duty for sacrifice / કર્તવ્ય - એક બલિદાન આત્મનિર્ભર

Author Name: Ankit Chaudhary Shiv | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

કલ્પના કરો કે જીવનમાં કોઈક એવું મળે જે કઠપૂતળી બનીને તમારી આગળ પાછળ ફરે! તમારા કહ્યા અનુસાર એ પોતાનું કર્તવ્ય સમજીને એની ખુશીના બલિદાન આપે! કોઈ અવાજ ન ઉઠાવે અને તમારા કહેવા અનુસાર જ પોતાની જિંદગી જીવે! આ બધું સાંભળીને મનમાં એક જ વિચાર આવે કે આ બધું સંભવ છે કે નહિ! અત્યારના સમયમાં અથવા વીતેલા સમયમાં કોઈ એવું હશે કે નહિ, એ તો એક પ્રશ્ન છે. પણ બીજાની ખુશીઓમાં પોતાની ખુશી અને બીજાના દુઃખમાં દુઃખી થનારી, અંતે પોતાના માન સન્માન ખાતર આત્મનિર્ભર બનનારી નારી વિશે જાણવું રસપ્રદ રહેશે...

આ વાતની શરૂઆત થાય છે મુંબઈની એક બદનામ ગલીથી, જેની માલકીન છે ગહેના બાનું ઉર્ફ ગુડિયા બાનું! જેની બદનામ ગલીમાં એક સોળ વર્ષની માસૂમ મેધાને એના જ પતિ દ્વારા વેચવામાં આવી હતી. મેધા પહેલાં તો આ વિશે નોહતી જાણતી પણ એનો પહેલો સોદો કરવામાં આવ્યો ત્યારે એને સમજાયું કે એને વેચવામાં આવી હતી. માસૂમ મન અને કુમળું જીસ્મ એકદમ લજ્જિત થઈ ઉઠયું! માત્ર સોળ વર્ષની ઉંમરમાં પહેલી વખત ખુદની નજરમાં પોતાની જ ઇજ્જતને દાવ ઉપર લાગતાં જોઈ! પણ મેધાએ જેમ તેમ કરીને પોતાની જાતને સાચવી લીધી અને એનું આ કર્તવ્ય નિભાવવા માટે પણ એ તૈયાર થઈ ગઈ...

Read More...
Paperback
Paperback 280

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

અંકિત ચૌધરી "શિવ"

મારી ઓળખાણ મારી માટે એક દર્પણ સમાન છે, હું અંકિત ચૌધરી "શિવ" નામથી આખા ગુજરાતમાં પ્રચલિત થયો છું, મારું આખું નામ અંકિત શિવરામભાઈ ચૌધરી છે. મારા પિતા શિવરામભાઈ વ્યવસાયે ખેતી સાથે સંકળાયેલ છે અને મારી માતા હેમીબેન એક સફળ અને આદર્શ ગૃહિણી તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. નાનપણથી જ ભણવામાં ખુબ હોશિયાર હોવાને લીધે મારા માતા પિતા એ મને દરેક જગ્યા ઉપર ઉત્તેજન આપ્યું છે. મેં અભ્યાસ M.A. B.Ed અંગ્રેજી વિષય સાથે પૂર્ણ કર્યો છે.  છેલ્લા કેટલાક સમયથી લખવાનો શોખ જાગ્યો હતો, એટલે એ શોખને મારું પેશન બનાવીને મેં એમાં ઊંડા ઉતારવાનું શરૂ કર્યું. મેં લખવાની શરૂઆત કર્તવ્ય - એક બલિદાન અને પ્રેમ કે બદલો? નામની બે નવલકથા એક સાથે લખીને કરી હતી. પછી જંતર મંતર, પ્રેમનો અંધકાર અને અધૂરાશ નામની નવલકથાઓ લખી છે. આગળ પણ મારા શોખને મારું હથિયાર બનાવીને શિખર સર કરવાની કોશિશ કરતો રહીશ! ગુજરાતી સાથે સાથે હિન્દીમાં પણ લખવાનો શોખ ધરાવું છું, જેમાં હિન્દી ભાષામાં અનેક કાવ્ય લખી ચૂક્યો છું, જેના માટે વાંચકો દ્વારા મને ખુબ જ પ્રશંસા મળી છે, જે માટે સહુનો આભાર વ્યક્ત કરું છું.

Read More...

Achievements

+1 more
View All