Share this book with your friends

Indian superstitions and Traditions (Gujarati) / ભારતીય અંધશ્રદ્ધા અને પરંપરા : એક પ્રાચીન વિજ્ઞાન

Author Name: Akshay Bavda | Format: Paperback | Genre : Educational & Professional | Other Details

આ પુસ્તક પ્રાચીન ભારતની પરંપરા અને ધાર્મિક વિધિ પર આધારિત છે. જેમ જેમ સમય વીતતો ગયો છે તેમ તેમ કેટલીક ભારતીય પરંપરાઓ અંધશ્રદ્ધામાં ફેરવાઈ ગઈ છે. તેથી હવે થી કોઈ લોકપ્રિય પરંપરાઓ પાછળનું ચોક્કસ કારણ જાણતું નથી. આપણે પરંપરાઓનું આંધળું અવલોકન કરી રહ્યા છીએ અને તે જ કારણ છે કે તે અંધશ્રદ્ધા બની જાય છે. તેથી, આ પુસ્તકમાં મેં પ્રાચીન ભારતીય પરંપરાઓ અને અંધશ્રદ્ધા પાછળનું વૈજ્ઞાનિક કારણ અને તર્ક સમજાવવાનો પ્રયાસ કર્યો. આ પુસ્તક લખવાનો મારો હેતુ એ છે કે આપણે અંધશ્રદ્ધા નું આંધળું અનુકરણ બંધ કરવું જોઈએ. જો આપણે ભારતને આગળ વધારવું હોય તો આપણે આવનારી પેઢી ને અંધશ્રદ્ધા નું આંધળું અનુકરણ કરતાં અટકાવવા પડશે. આપણે અંધશ્રદ્ધા સ્વીકારવાને બદલે વૈજ્ઞાનિક અભિગમ સ્વીકારવો  જોઈએ. બધી પરંપરાઓ અને અંધશ્રદ્ધાઓ આ પુસ્તકમાં આવરી લેવી અશક્ય છે તેથી મેં પ્રચલિત અંધશ્રદ્ધાઓ અને પરંપરાઓને તેમના સંભવિત વૈજ્ઞાનિક કારણથી આવરી લેવાનો પ્રયાસ કર્યો.

Read More...
Paperback
Paperback 175

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

અક્ષય બાવડા

"અક્ષય બાવડા" એ ભાવનગર યુનિવર્સિટી માંથી M.Sc. ની પદવી હાંસલ કરેલ છે. તેમજ M.Sc. માં યુનિવર્સિટી પ્રથમ આવવા બદલ આપણાં માનનીય ગવર્નર શ્રી ઓમ પ્રકાશ કોહલી સાહેબ ના સ્વહસ્તે સુવર્ણ પદક થી સંમાનિત કરવામાં આવેલ છે. હાલ માં તેઓ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર ઍન્ડ કેમિકલ લિમિટેડ માં ફરજ બજાવે છે. આ સિવાય બાકી રહેલા સમય માં પોતાના શોખ ખાતર લેખન કાર્ય કરે છે.

Read More...

Achievements

+4 more
View All