Share this book with your friends

Indumati / ઈન્દુમતી

Author Name: Kuntal Nimavat | Format: Paperback | Genre : Biographies & Autobiographies | Other Details

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરનાં પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મહિલા શિક્ષક ઈન્દુમતી નિમાવતની જીવનકથા.તેમના નામ પરથી જ પુસ્તકનું નામ "ઈન્દુમતી" રાખવામાં આવ્યું છે.
સ્વ. ઈન્દુમતીના પુત્ર અને જાણીતા પત્રકાર-નાટ્યકાર તથા રાજ્ય સરકારના માન્યતાપ્રાપ્ત કલાકાર કુંતલ નિમાવત દ્વારા આ કથાનું આલેખન કરવામાં આવ્યું છે. લેખકે સ્વર્ગસ્થ માતાનાં સંસ્મરણો ઉપરાંત, સાંપ્રત સમયની વાતો અને માતાની સિદ્ધિઓનો સંગ્રહ પણ આ પુસ્તકમાં કર્યો છે.
વિશ્વસંત પૂ. મોરારિબાપુના હસ્તે આ પુસ્તકનું લોકાર્પણ થયું છે અને પુસ્તકની પ્રસ્તાવના જાણીતા સાહિત્યકાર રાઘવજી માધડ તથા ગાંધીનગર સાહિત્યસભાના પ્રમુખ, લેખક સંજય થોરાત દ્વારા લખવામાં આવી છે.
લેખકે પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છેઃ "મારાં મમ્મીની જીવનયાત્રા એટલે ઘાસના ભારાથી માંડીને રાષ્ટ્રપતિ ભવન સુધીની યાત્રા... બાળવયે મમ્મીએ ખેતરમાંથી ઘાસ વાઢ્યું છે, માથે ઘાસના ભારા ઉપાડ્યા છે અને અમે એમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ લેતાંય મેં જોયાં છે."
આ કથા એક સ્ત્રીની અસાધારણ પ્રગતિની ગાથા છે. લેખકે આ ગાથા વાચકો સમક્ષ મૂકતાં લેખનનો હેતુ પણ સ્પષ્ટ કર્યો છેઃ "આ પુસ્તક એમનું નામ અમર કરવા જ લખ્યું છે. એમની આ જીવની વાંચીને કોઈ વ્યક્તિ, દીકરી, મહિલાને પ્રેરણા મળે ને એમનું જીવન ઉન્નત થાય એ જ મારાં મમ્મીને મારી શ્રદ્ધાંજલિ!"

Read More...
Paperback
Paperback 170

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

કુંતલ નિમાવત

કુંતલ નિમાવત એ ગુજરાત સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત કલાકાર છે. નાટ્ય, લેખન અને ઉદઘોષણાના ક્ષેત્રમાં તેમને રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્યમાં નાટ્યકાર અને પત્રકાર તરીકે તેમનું નામ જાણીતું છે. તેમણે 100થી વધુ નાટકો લખ્યાં છે, દિગ્દર્શિત કર્યાં છે અને તેમાં અભિનય પણ આપ્યો છે. પત્રકારત્વના ક્ષેત્રમાં તેમનું ખેડાણ 25 વર્ષનું છે અને દૈનિક અખબારોમાં તેમણે કોલમ પણ લખી છે.
આ પુસ્તક એ લેખકનું બીજું પુસ્તક છે. તેમનું પહેલું પુસ્તક "ગાંધીકથા" છે. શ્રી નારાયણ દેસાઈ દ્વારા 100થી વધુ ગાંધીકથા દુનિયાભરમાં કરવામાં આવી છે, જે પૈકી 75મી ગાંધીકથા 2010માં ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ આખીય કથા લેખકે પુસ્તકાકારે તૈયાર કરી છે. ગાંધીકથા આધારિત આ એકમાત્ર પુસ્તક છે, જેને કથાકાર શ્રી નારાયણ દેસાઈના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે અને તે ખૂબ વંચાઈ છે.

Read More...

Achievements