Share this book with your friends

Ken Upanishad / કેન ઉપનિષદ

Author Name: Sampoorna Jeevan - Vadodara | Format: Paperback | Genre : BODY, MIND & SPIRIT | Other Details

કેન ઉપનિષદ :


કેન ઉપનિષદ ખૂબજ નાનું હોવા છતાં ઘણું અગત્યનું છે. તેમાં એક જ મુખ્ય વિષય છે કે આ વિશ્વમાં સત્તા કોની છે? પરમાત્માની જ છે. તે દૃષ્ટાંત સહિત સમજાવવાનો પ્રયાસ છે. અધ્યાત્મ શાસ્ત્રોનું પ્રયોજન વ્યક્તિની શ્રદ્ધા નાશવંત પદાર્થો પરથી દૂર કરીને કાયમી તત્ત્વ (પરમાત્મા) પર સ્થિર કરવાની છે. તે કાર્ય ખૂબ સુંદર રીતે આપણા શરીરમાં (વ્યષ્ટિમાં) ઇન્દ્રિયો ઉપર પ્રાણ દ્વારા આત્માની સત્તા તથા સમષ્ટિમાં પંચમહાભૂત ઉપર પરમાત્માની સત્તા રહે, જે યક્ષના દૃષ્ટાંત વડે સમજાવી છે. આપણો આત્મા અને પરમાત્મા એક જ છે. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

કેન ઉપનિષદમાં મુખ્ય ત્રણ વિષયોનું વિવરણ કરવામાં આવ્યું છે : 
૧. આ સૃષ્ટિમાં અંતિમ સત્તા કોની છે?
૨. પરમાત્માનું સ્વરૂપ કેવું છે અને તેમને કઈ રીતે જાણી શકાય?
૩. પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકાય?

આપણે આ ત્રણેય પ્રશ્નોને ધીરે ધીરે, સરળ અને વ્યવહારુ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

સંપૂર્ણ જીવન - વડોદરા

સંપૂર્ણ જીવન - વડોદરા : 
 
સંપૂર્ણ જીવન વિનામુલ્યે આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન ટ્રસ્ટ નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવાનો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને.જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના શ્લોકનું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન ટ્રસ્ટ આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવીને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાન માં જોડાઈ જવા આમંત્રણ છે.

 
સંપૂર્ણ જીવન, વડોદરા
૩૬, અજિતનાથ સોસાયટી, 
પાણીની ટાંકી પાસે, 
કારેલીબાગ, વડોદરા - ૩૯૦૦૧૮
Mobile: 9913800133,940936178,
Email: sampurnajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in

Read More...

Achievements

+3 more
View All