Share this book with your friends

Manna Vamalo / મનનાં વમળો

Author Name: Anjana Vegada | Format: Paperback | Genre : Poetry | Other Details

કોઈ ઘટનાને, કોઈ અનુભવને, કોઈ સમજને, કોઈ... ગમે તે શબ્દ લઈ લો, આ કોઈ ચીજ વસ્તુને હમણાં ફકરા સ્વરૂપે વર્ણવવાનું કહેવામાં આવે તો ઘડી ભરમાં વર્ણવી શકાય પરંતુ જો પદ્ય સ્વરૂપે તેને પ્રગટ કરવું હોય તો લય સાથે લડવું પડે. પ્રેમ, વિરહ, દર્દ, લાગણી, અનુભવો, સંબંધ, સમાજ વગેરે જેવા અઢળક મુદ્દાઓને આવરી લેતી લગભગ ૭૦ જેટલી અછાંદસ કવિતાઓ આ પુસ્તકમાં આલેખવામાં આવી છે. પુસ્તકના રચયિતા અંજના વેગડા જેઓ એક ઉત્તમ શિક્ષક સાથે સાથે સાહિત્યકાર પણ છે જેઓ દ્વારા આ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું છે. કવયિત્રી શ્રી એ પોતાના મનના વિચારોના તરંગોને હૃદય ભાવ સાથે કાગળ ઉપર કંડાર્યા છે જેના પરિણામ સ્વરૂપે આ પુસ્તક આજે પ્રકાશિત થયું છે. લાગણી સભર રીતે લખેલું આ પુસ્તક લય અને પ્રાસની દૃષ્ટિએ સાહિત્ય જગતની ખૂબસૂરતી વધારી જાય છે.

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

અંજના વેગડા

અંજના વેગડા જેઓ હાલ પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે પોતાની ફરજ નિભાવે છે. રોજબરોજની ક્રિયા સાથે સાથે તેઓ સાહિત્ય ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે, પદ્ય વિભાગમાં ફાવટ ધરાવનાર અંજના વેગડા લગભગ છેલ્લા બે વર્ષથી સાહિત્ય જગતને પોતાના શબ્દોથી શણગારી રહ્યા છે. મુખ્યત્વે અછાંદસ રચનાઓ ઉપર પોતાનો હાથ જમાવીને પદ્ય વિભાગને ખૂબ સરસ રીતે આ પુસ્તકમાં તેઓએ આલેખ્યો છે. પ્રેમ, લાગણી, સંબંધ, દર્દ, વિરહ, સમાજ જેવા નાજૂક નમણા તથા ભારે ભરખમ વિષયો ઉપર પોતાની મૌલિક સમજને તેઓ કવિતા સ્વરૂપે કાગળ ઉપર ઉતારી રહ્યા છે. આ સમગ્ર પુસ્તક તેઓની મૌલિક રજૂઆત છે.

Read More...

Achievements

+7 more
View All