Share this book with your friends

Nakali Narayanno Prapanchi Sampraday / નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયે સનાતન ધર્મ પર કરેલી ભીતરઘાત અને જાગૃત હિન્દુ સમાજે આપેલા તેના પ્રત્યુત્તરની કથા

Author Name: Dr Kaushik Chaudhary | Format: Paperback | Genre : Religion & Spirituality | Other Details

‘નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય’ - એ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મને નાબુદ કરી દેવા કરાયેલા ષડયંત્ર અને તેમના વિરુદ્ધ ગુજરાતના સ્વાભિમાની સનાતાનીઓએ છેડેલા ધર્મયુદ્ધની કથા છે. આ પુસ્તક તમને એક આખી સભ્યતા સાથે કરાયેલા વિશ્વાસઘાતની યાત્રા પર લઇ જાય છે. એક વિકૃત બની ચુકેલ સંપ્રદાય હિન્દુઓનું એક નવા ઈશ્વરમાં મતાંતરણ કરાવી તેમને તેમના જ ઈશ્વરોનું અપમાન કરતા કેવી રીતે કરી દે છે તે ભયાનક સત્ય આમાં ઉજાગર થાય છે. પ્રમાણો, તર્કો અને શાસ્ત્રોક્ત સત્યો વડે સનાતન ધર્મ વિરુદ્ધ થયેલી આ ભીતરઘાતથી સનાતનીઓની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને બચાવવાની આ પુસ્તક એક નિર્દોષ કોશિશ કરે છે. આ પુસ્તક એક ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે જે આજની અને આવનારી પેઢીઓને જણાવી રહ્યો છે કે ગુજરાતનો જાગૃત હિંદુ સમાજ આ ભીતરી આક્રમણથી કેવી રીતે લડ્યો અને તેણે પોતાના સનાતન ધર્મને અંદરથી જ ઇસ્લામ અને ખ્રિસ્તી પંથ જેવો ન બનવા દેવા સ્વાચેતનાથી કેવો પુરુષાર્થ કર્યો.

Read More...
Paperback
Paperback 370

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ડૉ. કૌશિક ચૌધરી

ડૉ. કૌશિક ચૌધરી ગુજરાત સ્થિત આધ્યાત્મિક રીતે પ્રબુધ્ધ લેખક, કટારલેખક અને ડેન્ટલ સર્જન છે. તેમણે વિશ્વભરમાં પ્રકાશિત થયેલ તેમના પ્રથમ પુસ્તક “It’s not a Creation, It’s a Projection through Expression” માં વેદાંત અને આધુનિક વિજ્ઞાનને જોડતું સૃષ્ટિનું નવું મોડલ આપ્યું છે. ડૉ. કૌશિક ‘ગુજરાત સમાચાર’ અને ‘લોકસત્તા જનસત્તા’ જેવા અગ્રણી દૈનિકો અને ‘ફીલિંગ’ અને ‘સાધના’ જેવા જાણીતા સામયિકોમાં લેખો લખી ચુક્યા છે. ‘ધ પ્લે ઓફ જસ્ટીસ’ નામની ન્યાયદર્શન પર આધારિત તેમની પહેલી નવલકથાને તાજેતરમાં ૨૦૨૩ ની ટોચની ૧૦ શ્રેષ્ઠ રોમાંચક નવલકથાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ‘સત્યનું પ્રોજેક્ટર’ નામે તેમના પ્રબુધ્ધ લેખો, મંતવ્યો અને લઘુકથાઓનો સંગ્રહ પણ પુસ્તક રૂપે ઉપલબ્ધ છે. તે વર્ણ અને જાતિના મૂળ વૈજ્ઞાનિક સિદ્ધાંતને સમજાવતા પુસ્તક ‘The Science of Varna and Jati’ ના પણ લેખક છે. સનાતન ધર્મને એક જ પુસ્તકમાં તેના સમસ્ત શાસ્ત્રોના સાર સાથે સમજાવતું તેમનું અતિ મહત્વપૂર્ણ પુસ્તક ‘સનાતન’ નિર્માણાધીન છે, અને વર્ષ ૨૦૨૫ ના અનંત સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતાઓ છે.   

Read More...

Achievements

+11 more
View All