Share this book with your friends

Plane Hygienic / પ્લેન હાઇજેકિંગ

Author Name: Narendra Trivedi | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

રુવાડા ઉભા કરી દે એવી નવલકથા એટલે "પ્લેન હાઈજેકિંગ". રહસ્ય કથા વિષે તો આમ કશું કહેવાય જ નહી; નહી તો વાચકોનો રસભંગ થાય. પણ એની થોડી ખૂબીઓ જરૂર બતાવીશ એટલે આપને આ કથાનક વાંચવું વધુ ગમશે.

પહેલા પ્રકરણથી સાવ સામાન્ય ઘટનાથી શરુ થતી નવલકથા અચાનક એક પછી એક રહસ્ય મૂકી વાચકોની ઇન્તેજારી વધારી દે છે. ધીમે ધીમે રહસ્યની જાળ ગૂંથાતી જાય અને પછી ઉકેલાતી જાય, પાછી કરોળીયાની જેમ જાળ બનાવે, પાછું એમ લાગે કે હવે તો રહસ્ય ઉકલી ગયું ત્યાં પાછી ગુંચ પડી જાય અને છેલ્લે બધું દીવા જેવું ચોખ્ખું ચટ થઈને રહસ્ય ઉકલી જાય.

Read More...
Paperback
Paperback 335

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

નરેન્દ્ર ત્રિવેદી

હું, જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારથી શાળા કક્ષાએ હસ્તલિખિત સામયિક અંકો પ્રસિદ્ધ થતાં તેમાં ગદ્ય પદ્યમાં લેખ/કવિતા લખવાની શરૂઆત કરેલી. મને શાળામાંથી ઘણું પ્રોત્સાહન મળ્યું હતું. મેં કોલેજ કક્ષાએ પણ થોડુંક યોગદાન આપેલ. જીવનનો ટર્નિંગ પોઇન્ટ મારી જીવન સંગીનીના મેળાપથી આવ્યો અને તેજ કેન્દ્ર સ્થાને રહીને મારું લેખન અને કવિતા ખીલતી ચાલી. લગ્ન પછી ૧૯૭૮થી મારી જીવનસંગીની સુશ્રી જિજ્ઞા મને પ્રોત્સાહન અને પ્રેરણા આપતી રહી છે. હું, કવિતા/લેખો/વાર્તા સૌ પ્રથમ જિજ્ઞાને બતાવું છું, જે ભાવકની રીતે એનું દર્શન કરી ચર્ચા કરે છે... નિવૃત્તિ આસપાસ સામાજિક વ્યવહારિક પ્રસંગોને કારણે સર્જનમાં વિરામ પડ્યો હતો. ફરીથી તાજેતરમાં “વિસ્મય” “સૃજન” અને “ગુજરાતી મેળો” વગેરે ગ્રૂપની સર્જનાત્મકતા પ્રવૃત્તિ જોઈ, મિત્રોના આગ્રહથી ફરીથી કવિતા અને વાર્તાઓનું લેખન શરૂ કર્યું. હાલના તબક્કે હું પ્રતિલિપિ ઉપર સક્રિય છું. પ્રતિલિપિ ઉપર 760+ પોસ્ટ, પોસ્ટ કરી છે અને 12700+ લોકોએ વાંચીને પ્રતિભાવો આપ્યા છે. અને પ્રતિલિપિનું રેટિંગ 4.92 છે. 

જાસૂસ નવલકથા “પ્લેન હાઇજેકિંગ એ એક કાલ્પનિક કથાનક ધરાવતી નવલકથા છે. આ પ્રસ્તુત પ્રિન્ટ બુક અને E BOOK માં નવલકથાનાં કથાનકને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લીધેલ પાત્રોના નામ, સ્થળ, વ્યક્તિ કે માહિતીનો કોઈપણ રીતે કોઈજાતનો કોઈ સાથે કોઈ સંબંધ નથી. ફક્ત નવલકથાનાં કથાનક માટે પ્રતિકાત્મક રૂપે ઉપયોગમાં લીધેલ છે. આ ઈ બુક અને પ્રિન્ટ બુકનાં સર્વ હક્કો અને કોપી રાઈટ હક્કો સુશ્રી.જીજ્ઞા નરેન્દ્ર ત્રિવેદીને હસ્તક રહેશે.

Read More...

Achievements

+9 more
View All