Share this book with your friends

Sagar Sameepe sachi / સાગર સમીપે સચી

Author Name: Chetan Gohil | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

નવલકથાની શરૂઆત અંકલેશ્વર પીરામણ નાકા સ્થિત અગ્રવાલ ફૂડઝોનના કેશ કાઉન્ટરથી થઈ. ખાદ્ય સામગ્રીની ખરીદી કરી બિલ ચૂકવવા બે અલગ અલગ લાઈન બનાવામાં આવી હતી. એક લાઈનમાં નાયક તેની આજુબાજુની પરીસ્થિતિ અને ત્યાં હાજર રહેલાં લોકોનું નિરીક્ષણ કરતો ઊભો હતો જ્યારે નાયિકા, તેની બાજુ (નાયકની બાજુની) લાઈનમાં ઊભી હતી. તેણીએ ઓઢણી વડે ચહેરાને ઢાંકપિછોળો કરી હાથમાં રહેલ કિચન વડે રમત રમતી નજરે પડે છે. એક પછી એક વ્યક્તિઓ પોતાનું બિલ ચૂકવી બહાર નીકળી રહ્યાં હતાં. ત્યાં અચાનક નાયિકાના હાથમાંથી કિચન તૂટીને ક્યાંક માલસામાન વચ્ચે પડ્યું, ઘણાં પ્રયત્ન પછી પણ મળ્યું નહિ. આ હકીકત કથાનું મૂળ ઉદ્દગમ સ્થાન છે. બસ ત્યાંથી આખી કથાને ઓપ મળ્યો અને એક પછી એક પ્રસંગો સાથે કથા તેના અંત તરફ આગળ વધતી ગઈ. જેમ દરેક કથાનો ચોક્કસ અંત હોય છે, પરંતુ દરેક અંત નવી શરૂઆત લઈને જ આવે છે.

સાધારણ સંજોગ વારેવારે મળતા હોય છે પરંતુ અસાધારણ સંજોગો ક્યારેક જ મળે છે. (મારુ માનવું છે કે વિશ્વમાં જે કંઈપણ સર્જનાત્મકતા, કલાત્મકતા, સ્થાપત્ય અને સાહિત્ય જોવા મળે છે એ સર્વની પાછળ અસાધારણ સંજોગો જ રહ્યાં હશે) આ અસાધારણ સંજોગોએ જ એક પછી એક નાયક અને નાયિકને સાથે લાવવાનું અને સાથે રાખવાનું કામ કર્યું છે. અંકલેશ્વર સ્થિત અગ્રવાલ ફૂડઝોનથી શરૂ થયેલી એક તરફી આકસ્મિક મુલાકાત વડોદરા સ્થિત કંપની સુધી પહોંચી ગઈ. તેમની મુકલાતનું સીંચન કરવાનું મુખ્ય કાર્ય મિસિસ થોમ્પસન દ્વારા કરવામાં આવ્યું છે.

Read More...
Paperback
Paperback 521

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

ચેતન ગોહિલ

‘ચેતન’ જેના પર્યાય તરીકે સજાગ, જાગ્રત, સજીવ, મનુષ્ય, આત્મા, જેવા ઘણા શબ્દો પ્રયોજવામાં આવે છે. આ અનુસંધાનમાં જ મારુ નામ “ચેતન” છે અને ‘ચેતન’ જ મારી ઓળખાણ પણ છે. તેમજ આ જ નામથી મારા મિત્રો, મારા ઘરના સભ્યો અને વડીલો તેમજ મારા સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિઓ મને ઓળખે છે અને મારું પૂરું નામ “ચેતનકુમાર રમેશભાઈ ગોહિલ” છે. મારા પિતા અંકલેશ્વર GIDC સ્થિત એક ખ્યાતનામ કંપનીમાં ફિટર તરીકે સેવા બજાવી થોડાં વર્ષ અગાવ જ નિવૃત થયા છે અને મારી માતા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મેટરનીટી હોમમાં આયા તરીકે ફરજ બજાવી રહ્યા છે. સાચું કહું તો નાનપણમાં મને ભણવાનો ઘણો શોખ હતો. પરંતુ વચ્ચે એક સમયગાળો એવો પણ આવ્યો જેમાં ભણવા પ્રત્યે પહેલાં જેવો શોખ રહ્યો નહીં અને ફરી પાછો એક સમય એવો આવ્યો કે ભણવાનો શોખ જાગ્રત થયો. જેના પરિણામે મનોવિજ્ઞાન વિષય સાથે M. A કર્યા બાદ સામાજિક વિજ્ઞાન વિષય સાથે B.Ed પૂર્ણ કરી, જુદી જુદી ખાનગી શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે સેવા બજાવી છે. જો કે જૂન 2021થી એમ.એમ.હાઈસ્કૂલ (બિન સરકારી અનુદાનિત શાળા) ઉમરગામ ખાતે શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું.

પ્રથમ વખત લખવાની શરૂઆત M.A પૂર્ણ કર્યા બાદ 2010ના સમયગાળામાં કરી હતી અને મારું પહેલું લખાણ ‘મનોવિજ્ઞાન ક્ષેત્રમાં વ્યક્તિત્વનો સિદ્ધાંત‘ પર છે. જે લખ્યા પછી અત્યાર સુધી લખાણ સાચવી રાખ્યું છે અને એમાં અન્ય કેટલીક બાબતો જેમ જેમ વિચાર આવતો જાય છે તેમ તેમ ઉમેરતો જાઉં છું, હજુ પણ ઉમેરો કરવાનું શરૂ જ રાખ્યું છે. ટૂંક સમયમાં મનોવિજ્ઞાન વિષય સંદર્ભે પણ મારું લખાણ પ્રકાશિત કરીશ. 

પરંતુ હાલ તો લેખક તરીકે “સાગર સમીપે સચી” મારી પહેલી નવલકથા પ્રકાશિત થઈ રહી છે. મને કવિતા, હાસ્ય લેખ, વાર્તા લખવાનો શોખ છે, જેના પરિણામે છંદ વિનાની ઘણી કવિતાઓ લખી છે, હાસ્ય લેખ પણ લખ્યાં છે, નાની નાની વાર્તા લખી છે, તેમજ એક બાળ-વાર્તાનું પણ લખાણ કર્યું છે. જો કે આ રચનાઓ હાલ પ્રકાશિત કરી નથી. પરંતુ એટલું જરૂર છે કે મને મનમાંથી જ લખવાનો વિચાર આવે છે અને હું લખાણ કરતો રહું છું.

Read More...

Achievements

+9 more
View All