Share this book with your friends

Shikhar Prapti / શિખર પ્રાપ્તિ

Author Name: Hetal Patel | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

સુરજની પહેલી કિરણ એક છોકરીના ચેહરા પર પડે છે, અને એક કેનવાસ પર એ જ છોકરીનું એક અદ્ભુત ચિત્ર કોઈ બનાવે છે. બસ આટલું જ સપનું… બસ આટલી જ વાત અને હું જાગી ગઈ. ધીરે ધીરે વહેલી સવારનું એ સપનું ઘુટાતું ગયું અને મારી અંદર પ્રાપ્તિ ગૂંથાતી ગઈ. એ બધું જ જે ક્યારેક  ઝંખનાઓ હતી તે બધીજ  પ્રાપ્તિમાં ઉતરતી ગઈ અને આ વાર્તા એની મેળે જ બનતી ગઈ.

રહી વાત શિખરની, તો મારા સારપાસ ટ્રેક દરમિયાન એક લેફ્ટનન્ટ સાથે મુલાકાત થયેલી. એમની પર્સનાલીટી, વાક્છટા, પેઇન્ટિંગનો શોખ આ બધુજ મને અજાણે સ્પર્શી ગયું હતું. જયારે પ્રાપ્તિ સાથેના પુરુષ પાત્ર વિષે વિચારી રહી હતી ત્યારે લેફ્ટનન્ટ શેખર સિવાય કોઈને કલ્પી જ ના શકી અને એક નામ મનમાં આવીને સ્થિર થઇ ગયું, શિખર પ્રાપ્તિ.

શિખર પ્રાપ્તિ વિષે હું જેમ જેમ વિચારતી ગઈ, તેમ તેમ સમીર, દ્વિજા, સરુમાં, હુકમસિંહ, બધાંજ મારી આસપાસ ધબકતાં થઇ ગયા. રોજ રાત્રે આવીને મારી સાથે વાતો કરતા કરતા તે મારી વાર્તાનો ભાગ બની ગયા. આ બધા પાત્રો મેં હંમેશા ક્યાંક ને ક્યાંક જોયા છે, જાણ્યા છે, કદાચ એમની પાસેથી કંઇક ઝંખ્યું પણ હશે, અને હવે, કલમ વાટે તેમાં હું જીવ પૂરી શકી તેથી હું પોતાને ખરેખર ભાગ્યશાળી માનું છુ.

રાત્રીના સથવારે રોજ લખાતી આ વાર્તા કાગળ પર ને મારી અંદરની લેખિકા પર સતત ઉજાસ પાથરતી રહી છે.

Read More...
Paperback
Paperback 200

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

હેતલ પટેલ

હેતલ પટેલ 'અમી' એટલે બહુ જ સરળ, સાદી ‍અને પ્રેમાળ સરકારી કર્મચારી. પણ તેની કલ્પનાઓ એ અતરંગી રંગોથી ભરપુર આખું આકાશ છે. આમ તો કાગળ પર લખેલા જુદા જુદા વિશ્વો વાંચવામાં જ તેનું અનંતકાળ વિત્યું છે. પણ તે પોતે એક એવી દુનિયા બનાવવા માંગતી હતી જ્યાં સાચી સંભાળ, વિશ્વાસ, મિત્રતા, શુદ્ધ પ્રેમ અને ફેમિલી વેલ્યુઝનું અસ્તિત્વ હોય. અને અમિએ આ પુસ્તક 'શિખર પ્રાપ્તિ' માં એવી જ એક દુનિયા રચી છે.

Read More...

Achievements

+14 more
View All