Share this book with your friends

Shivshakti / શિવશક્તિ અઘોર પ્રકૃતિનું મિલન

Author Name: Ankit Chaudhary shiv | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

શિવશક્તિ – અઘોર પ્રકૃતિનું મિલન

આપ જાણો છો કે ત્રિલોક પતિ શિવ આ સૃષ્ટિનું સંતુલન કરે છે અને બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. નારાયણ દ્વારા સૃષ્ટિનું સંચાલન કરવામાં આવે છે. શિવ અને સતીનાં લગ્ન, ત્યારબાદ સતીનાં શરીરના એકાવન ટુકડા ને એમાંથી એકાવન શક્તિપીઠનું સર્જન થયું. ત્યારબાદ પાર્વતી માતાનો જન્મ અને ફરી શિવ પાર્વતીનું મિલન ! પણ આપ જાણો છો મિત્રો કે માતા સતી અને માતા પાર્વતી હતાં કોણ? તો દોસ્તો એ અન્ય કોઈ નહિ પણ માતા આદ્યશક્તિનાં રૂપ હતાં. શિવ સતીની પ્રેમ કહાનીથી પણ ઉપર એક પ્રેમગાથા છે અને એ છે શિવ શક્તિની પ્રેમગાથા ! જી હા મિત્રો મારી આ નોવેલમાં આપ શિવ શક્તિના પ્રેમથી વાસ્તવિક થશો. આ છે દુનિયાની સૌથી પહેલી પ્રેમગાથા શિવશક્તિ - અઘોર પ્રકૃતિનું મિલન...

Read More...
Paperback
Paperback 151

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

અંકિત ચૌધરી 'શિવ'

'શિવ'થી શબ્દોની ઉત્પતિ ને 'શિવ'થી વાર્તાનું સર્જન ! મારી ઓળખાણ મારી માટે એક દર્પણ સમાન છે, હું અંકિત ચૌધરી 'શિવ' નામથી આખા ગુજરાતમાં પ્રચલિત થયો છું, મારું આખું નામ અંકિત શિવરામભાઈ ચૌધરી છે. મારા પિતા શિવરામભાઈ વ્યવસાયે ખેતી સાથે સંકળાયેલ છે અને માતા હેમીબેન એક સફળ અને આદર્શ ગૃહિણી તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હોવાને લીધે મારા માતા-પિતાએ મને દરેક જગ્યાએ પ્રોત્સાહન આપ્યું છે. મેં અભ્યાસ M.A. B.Ed અંગ્રેજી વિષય સાથે પૂર્ણ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી લખવાનો શોખ જાગ્યો છે, એટલે એ શોખને મારું પેશન બનાવીને મેં એમાં ઊંડા ઉતરવાનું શરૂ કર્યું. મેં લખવાની શરૂઆત કર્તવ્ય - એક બલિદાન અને પ્રેમ કે બદલો? નામની બે નવલકથા એક સાથે લખીને કરી હતી. કર્તવ્ય - એક બલિદાન, કાલો - ધ નૂર ઓફ કુલભાટા, રુહાનુબંધ, આદિયોગી, ભેદી પિયા - અતીતનો પડછાયો અને વશીકરણ નામની નવલકથા પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ગઈ છે. તરંગિણી સમીપે નામનો કાવ્યસંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત થયો છે. કેસરિયા નામનો વાર્તા સંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત થયો છે. A DIVINE LOVE STORY, who is there? & Enigmatic Love અંગ્રેજી નોવેલ પુસ્તક રૂપે પ્રકાશિત થઈ છે. આગળ પણ મારા શોખને મારું હથિયાર બનાવીને શિખર સર કરવાની કોશિશ કરતો રહીશ! ગુજરાતી સાથે સાથે હિંદીમાં પણ લખવાનો શોખ ધરાવું છું, જેમાં હિંદી ભાષામાં અનેક કાવ્ય લખી ચૂક્યો છું, જેના માટે વાંચકો દ્વારા મને ખૂબ જ પ્રશંસા મળી છે, જેની માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું.

Read More...

Achievements

+9 more
View All