You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Pal'જ્યારે એણે મારો હાથ ઝાલ્યો' આ હ્રદયસ્પર્શી જીવનચરિત્ર એક સ્ત્રીનું નિખાલસ વર્ણન છે. એક સ્ત્રીની બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીની દિલધડક ઘટનાપૂર્ણ સફરને આ પુસ્તક દર્શાવે છે.
આ પુસ્તકમાં એ સ્ત્રીના જીવનના વિવિધ શેડ્સ તમને જોવા મળે છે, જેમાં કઠોર વાસ્તવિકતાઓ અને ચોંકાવનારાં સત્યોનો પણ સમાવેશ થયો છે.
વાંચવા માટે લલચાવનારા આ પુસ્તકમાં કેટલાક વિચારપ્રેરક વિષયો જેવા કે લિંગભેદ, સતામણી, ગણતરીબાજ ચાલાકીઓ, ગર્ભિત રહસ્યો હિંમતપૂર્વક પ્રગટ થયાં છે તેમજ હત્યાના પ્રયાસ વિશેનું સસ્પેન્સ પણ ઘેરું બને છે!
અત્યંત રસપ્રદ એવું આ પુસ્તક તમને નીચે જણાવેલી બાબતે તાકાતવર બનાવશે અને જિંદગીનાં ઝંઝાવાતો સામે લડવાની શક્તિ આપશે:
-તમારા જીવનનો હવાલો તમે પોતે જ લો કારણ કે એ રીતે તમે ખાતરી કરો શકો છો કે જીવન તમારા માટે બન્યું છે અને એ પોતાનાં કંટ્રોલમાં જ હોવું જોઈએ.
-નબળાઈઓને શક્તિમાં ફેરવીને વધુ સફળ બનો.
-સકારાત્મક વિચાર પ્રક્રિયાઓ દ્વારા વધુ આત્મવિશ્વાસુ બનો.
-તમને પરિપૂર્ણ જીવન જીવતાં અટકાવતા અવરોધોને દૂર કરીને ઘણું બધું સિદ્ધ કરો.
આ પ્રેરક પુસ્તક વાંચતી વખતે તમે જોશો કે જીવનમાં ચમત્કારો બેશક અનુભવાય છે! 'હિંમતે મર્દા તો મદદે ખુદા'...નો પરિચય ઈશ્વર કરાવે જ છે.
જેમ કે પુસ્તકનું શીર્ષક 'જ્યારે એણે મારો હાથ ઝાલ્યો' એ રીતે યથાયોગ્ય જ છે. આ પુસ્તક નિઃશંકપણે તમારામાં અને સર્વોચ્ચ શક્તિ-પરમાત્મામાં તમારો વિશ્વાસ મજબૂત કરશે.
ડોક્ટર ક્રિસ્ટલ
જ્યારે પરિસ્થિતિ અશક્ય લાગતી હોય અને બધું જ તમારી વિરુદ્ધમાં હોય, એ બધું કાયમી લાગતું હોય ત્યારે પણ બ્રહ્માંડનો સર્જક સર્વશક્તિમાન ઈશ્વર તમારી જિંદગીનાં સપનાં પૂરાં કરી શકે છે.
આ પુસ્તકમાં એક ભારતીય સ્ત્રીની વાસ્તવિકતા છે. એનો જન્મ અને ઉછેર એક ભારતીય પરિવારમાં થયેલો છે.
આ પુસ્તકમાં કહ્યું છે કે-
-બાળપણમાં એ સહન કરીને કેવી રીતે ટકી રહી.
- લગ્નજીવન દરમ્યાન એણે દુઃખ અને સંઘર્ષ વેઠ્યાં.
-પતિથી છૂટા પડ્યા પછીના ગાળામાં પોતાનાં સગાંવહાલાંની છેતરામણી અને ખટપટોનો ભોગ બની.
પરંતુ, એ પોતાના ધૈર્ય અને નિર્ણયશક્તિથી આ બધા પડકારો ઝીલી શકી.
આજે એ ન્યાયની રાહ જોઈ રહી છે…
દરેક સાંજે એના પગ ધૂળથી ભરેલા હોય છે. એના વાળ પીંખાયેલા છે. પણ એની આંખો આશાથી ચમકતી હોય છે. તે દરરોજ બધામાં કંઈકને કંઈક હકારાત્મક જુએ છે. જોકે એને કોઈ કોઈ દિવસો ભારે અને અઘરા લાગે છે તો પણ.
ગૌતમ બુદ્ધએ સાચું જ કહ્યું છે –
તમને એ નહીં સમજાય કે તમે કેમ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો પણ એ સમજવાની કોશિશ પણ ન કરો. ઈશ્વરમાં વિશ્વાસ રાખો. એને ખબર છે કે તમને અજાણ્યા રસ્તે કેવી રીતે મદદ કરવી.
જિંદગીમાં આવેલી દરેક મુશ્કેલીએ એ સ્ત્રીનું ઘડતર કર્યું છે અને આજનું એનું વ્યક્તિત્વ ઘડાયું છે. એ પોતાના મુશ્કેલ સમયનો આભાર માને છે. એનાથી એ વધુને વધુ મજબૂત બની છે.
માર્ટિન લ્યુથર કિંગે એકવાર કહ્યું હતું -
આપણને લગતી બાબતો અંગે આપણે ઉદાસીન થઈ જઇએ ત્યારે આપણા જીવનના અંતની શરૂઆત થાય છે.
"તમે તમારી જિંદગી ની વાર્તા લખો ત્યારે બીજા કોઈને તમારી કલમનો ઉપયોગ ના કરવા દો" - ગૌતમ બુદ્ધ
ઉપરનાં બે પ્રેરણાદાયી અવતરણોથી પ્રેરાઈને તેણે પોતાની જિંદગી વિશે નિર્ભીકતાથી લખ્યું છે અને ચોંકાવી દે તેવી સાચી હકીકતો આ પુસ્તકમાં રજૂ કરી છે.
‘જ્યારે એણે મારો હાથ ઝાલ્યો’ - ના વિવિધ વિષયો છે ઊંડું દુઃખ, ઉશ્કેરાટ ભર્યો આનંદ, ક્ષણિક સુખ અને અઢળક સ્મૃતિઓ.
“હું લેખક નથી. આપણામાંના મોટાભાગના હોતા નથી પણ દરેક માણસ અભિવ્યક્તિ ઝંખે છે. જ્યારે એ ઈચ્છા તીવ્ર બને છે ત્યારે પેન અને પેપર લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
લખવું એ જરૂરી નથી હોતું પણ શું થયું હતું એની દિલમાં અને દિમાગમાં જાત તપાસ અને શું કામ થયું હતું એની રજૂઆત જરૂરી બને છે” - નરેન્દ્ર મોદી
The items in your Cart will be deleted, click ok to proceed.