Share this book with your friends

Shyam zarukhe 1 / શ્યામ ઝરૂખે

Author Name: Ghanshyam Vyas 'Shyam' | Format: Paperback | Genre : Children & Young Adult | Other Details

ઘનશ્યામ વ્યાસ 'શ્યામ' ની કલમથી લખાયેલ કાવ્ય સંગ્રહ 'શ્યામ ઝરુખે' શ્રી કૃષ્ણને સમર્પિત છે. આ કાવ્ય સંગ્રહ ભક્તિમાં તરબોળ કરી દે એવાં 52 કાવ્યોથી રચાયેલો છે.

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

ઘનશ્યામ વ્યાસ 'શ્યામ'

નામ જ્યારે ઘનશ્યામ રાખ્યું ત્યારે નવ અક્ષર અંગ્રેજીમાં લખીને યાદ કરવા ખૂબ જ કઠિન લાગતા પણ ફોઈબા કહેતાં કે આ નામથી તારો ઉદ્ધાર થશે. બે વર્ષ પહેલાં જ્યારે કોરોનામાં ચાર મહિના હોસ્પિટલમાં રહ્યો, ત્યારે ત્યાં જેટલા પણ સાધનો હતાં, એમને મેં ઘનશ્યામના અલગ અલગ નામ આપી દીધા. એટલે એ સાધનોએ મારી રક્ષા કરી અને મે ૭૫ વર્ષની વયે "શ્યામ જ્યોત" કાવ્ય-સંગ્રહ બહાર પાડ્યો. હવે આ વર્ષે હું આપની સમક્ષ "શ્યામ ઝરૂખે" નામનો બીજો કાવ્ય-સંગ્રહ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આ કાવ્ય-સંગ્રહમાં મોટાભાગે કાવ્યો શ્યામ માટે જ લખાયેલાં છે. એક કાવ્ય છે, જેમાં શ્યામ અને મીરાં ટચ સ્ક્રીનથી પ્રેમ કરે છે અને રાણો ડેટા હેક કરે છે પણ આ તો આધુનિક મીરાં છે, થોડી ઝેર ગટગટાવે! કૃષ્ણ પ્રેમનો ડેટા સેવ કરે છે. પ્રભુ આવીને વસો મારે ઘેર મારું ઘર ઢુકડું છે. શ્યામ તારામાં મસ્ત બની તારું શરણું સ્વીકારી લેવું છે. હવે નથી જોવાતો આ વિરહનો તલસાટ, કાન્હા જોઉં છું તારા દર્શનની વાટ, હવે મારા રગે રગમાં શ્યામ સમાયેલો છે, ખૂબીની વાત એ છે કે હું કંઈપણ લખવા બેસું એની પહેલાં શ્યામ આવીને બેસી જાય છે અને મને શ્યામ વિશે લખવા મજબૂર કરે છે. મારી અર્ધાંગિની, મારી દિકરીઓ અને મારા મિત્રોએ મને જે સાથ સહકાર આપ્યો છે અને મને લખવા માટે પ્રોત્સાહિત કર્યો. એ બધાંનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

Read More...

Achievements

+9 more
View All