Share this book with your friends

Avataran / અવતરણ

Author Name: Tulsibhai Vaghela 'Nandi' | Format: Paperback | Genre : Poetry | Other Details

અવતરણ કાવ્ય-સંગ્રહનું સર્જન તુલસીભાઈ વાઘેલા ઉર્ફે ટી. કે. વાઘેલા 'નંદી' દ્વારા કરવામાં આવ્યું છે. જેની અંદર વિવિધ પ્રકારના 126 કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અવતરણ કાવ્ય-સંગ્રહમાં આધ્યાત્મિક કાવ્યો, પ્રણય કાવ્યો, ચિંતન કાવ્યો, અનુભવ કાવ્યો, કોરોનાકાળ કાવ્યો, ઉત્સવ કાવ્યો વગેરે પ્રકારના કાવ્યોનો રસથાળ પીરસવામાં આવ્યો છે. આ કાવ્યસંગ્રહમાં સમાવેશ તમામ કાવ્યો આપનું મન મોહી લેશે.

Read More...
Paperback
Paperback 251

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

તુલસીભાઈ વાઘેલા 'નંદી'

તુલસીભાઈ કાંહ્યાભાઇ વાઘેલા (ટી. કે. વાઘેલા ‘નંદી’) લેખનના નભોમંડળમાં વિદ્યાર્થી કાળથી જ સ્વૈર વિહાર કરતા રહ્યા અને વિદ્યાર્થી કાળમાં ગુજરાતના પ્રમુખ દૈનિક સંદેશ, ગુજરાત સમાચાર અને જનસત્તા જેવા અખબારમાં અનેક મુદ્દો પર મંતવ્ય રૂપે તેજાબી ચિંતન લેખન કરેલ છે, સરકારી સેવામાં નિયુક્તિ પછી આચાર સંહિતા અને ફરજના ભાગરૂપે લેખન કાર્ય સ્થગિત કરેલ હતું, જે નિવૃતિવયે પુનઃસક્રીય થઈને પદ્ય લેખનમાં અનેક રચનાઓનું સર્જન કરેલ છે, જે ગુજરાતના પ્રમુખ દૈનિક અને વિવિધ સામાયિક જેમ કે ન્યુઝ ઓફ ગાંધીનગર, રાષ્ટ્ર દર્પણ, સત્યવિચાર દૈનિક અને બાવનશ્રી તેમજ સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રકાશિત થાય છે, આંતરરાષ્ટ્રીય નિર્મોહી પ્રકાશન મહેસાણા દ્વારા “અંતરનાદ-૨” અને “અંતરનાદ-૩” કાવ્ય-સંગ્રહમાં મારી રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તદ્દઉપરાંત “સાબર સંગમ શ્રુંગાર” પુસ્તકમાં પણ રચનાને સ્થાન મળેલ છે. હવે “અવતરણ” કાવ્ય-સંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત કરીને મારા પદ્ય લેખનની મુસાફરી વાચક સુધી પહોંચાડવા માટે શ્રી ગણેશ કરું છું.

Read More...

Achievements

+9 more
View All