Share this book with your friends

Inside me / મારી અંદર કાવ્ય સંગ્રહ

Author Name: Kalpesh Shah "kalpa" | Format: Paperback | Genre : Poetry | Other Details

આ કાવ્યસંગ્રહના રચયિતા કવિ, ગઝલકાર, સંવેદનશીલ વિચારક શ્રીમાન કલ્પેશ શાહ મારા સુપુત્ર છે. તેઓશ્રી “કલ્પા” ના ઉપનામ(તખલ્લુસ)થી  પ્રચલિત છે. હું પોતે એક ભજનિક, ગાયક, ગીતકાર છુ. બાળપણથી મારો તે શોખ રહ્યો છે. કલ્પેશભાઈમાં તે ગુણ, કળા વારસામાં ઉતરી આવ્યા છે એમ કહું તો અસ્થાને નહિ ગણાય. કલ્પેશભાઈ નમ્ર, શાંત, સૌજન્યશીલ અને ઋજુ સ્વભાવ ધરાવે છે. તેઓશ્રીએ હળવી  તથા વિનોદીશૈલીમાં ઘણી ગઝલો તથા કવિતાઓ લખી છે. મા – બાપ, નોકરી, મોંઘવારી, પ્રકૃતિ, માણસાઈ, દેશભક્તિ, પ્રેમ, બાળપણ તથા વિવિધ વિષયો પર તેમણે પોતાની વ્યથા કથા માર્મિક શબ્દોમાં રજુ કરી છે. સ્પંદનોનો અવિરત પ્રવાહ વેહવો એ જ એક કોમળ હ્રદયના સર્જકનો ખજાનો છે. જે આપણને તેમની રચનાઓનો આસ્વાદ લેતા અનુભવાય છે.

Read More...
Paperback
Paperback 200

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

કલ્પેશ શાહ "કલ્પા"

દિલમાં કંઈ સ્ફુરે અને કવિતા લખાઈ જાય, ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાઈ જાય. લાગણીઓને શબ્દો દ્વારા વાચા અપાઈ જાય. આવું મારા જીવનમાં અનેકોવાર થયેલ છે. લાગે કે જાણે કાવ્યદેવી મારી આસપાસ જ ફરે છે. મારા પિતાજી એક કવિ અને ગીતકાર છે, તેમનો વારસો મેં જાળવ્યો છે. તેઓ રિટાયર્ડ બેંક મેનેજર છે. મારી કવિતાઓની વાહ - વાહી કરી મને હંમેશાં પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યાં છે. તેમનો સદા હું ઋણી રહીશ. મેં લખવાની શરૂઆત કૉલેજ કાળ પછી કરી હતી. મને ગાવાનો ખૂબ શોખ છે પરંતુ હજી પ્રોફેશનલ નથી થયો. મારી કવિતાઓ અને ગઝલો અનેક સમાચારપત્રો તથા મેગેઝીનોમાં છપાઈ ચૂકી છે અને પ્રમાણપત્રો તથા પારિતોષિકો મળેલા છે. આ મારો પ્રથમ કાવ્યસંગ્રહ છે જે પ્રકાશિત કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યો છું. હજુ ગઝલ સંગ્રહ પ્રકાશિત કરવાની ઇચ્છા છે. બાળપણમાં મિત્રો મને 'કલ્પા' કહીને બોલાવતા. એથી મેં મારા બાળપણનું નિખાલસ તખલ્લુસ 'કલ્પા' રાખેલું છે અને તે દ્વારા હું ખૂબ પ્રસિદ્ધ છું. આશા છે કે આ મારો પ્રથમ કાવ્ય સંગ્રહ આપ સૌ વધાવી લેશો અને અંતરના આશીર્વાદ આપશો.

Read More...

Achievements

+9 more
View All