Share this book with your friends

Rama Ratnamala / રમા રત્નમાલા મારી માં ના ગુણો અને અવગુણોની માળા

Author Name: Dwarika Vraj | Format: Paperback | Genre : Biographies & Autobiographies | Other Details

'રમા રત્નમાલા' આ પુસ્તિકામાં મારી મમ્મી છે- રમા, અમારી રમલી, મોમ, ગેંડા ગરુડ, બાળકોની બબ્બુ ડોન, બુઢિયા અને મારા પપ્પાની  'કાહો'. એનીજ વાતો છે. આમાં મારા બાળપણ થી લઈને અત્યાર સુધીના મારા સંસ્મરણો છે.  મેં મમ્મીને દરેકે દરેક પરિસ્થિતિમાં જોઈ છે, ખુબ નજીકથી અને એથીજ હું એ બધા સંસ્મરણોને એક પુસ્તિકાના રૂપમાં સાચવી રહી છું.

મારી મમ્મી પોતાને ઓળખતી જ નથી, એ શું છે એની એને ખબર જ નથી. એટલેજ મેં આ ‘રત્નમાલા’ એના માટે ગુંથી છે. એના બધાજ ગુણો તો ઠીક, એના અવગુણો પણ એમાં પરોવેલા છે.

 અહીં લખાયેલો પ્રત્યેક શબ્દ સાચો છે, એ મારા લેખનનું કલાત્મક રૂપ નથી, પણ એનું વાસ્તવિક વર્ણન છે. મેં એક સાક્ષીની દ્રષ્ટિએ 'જોયેલું' લખ્યું  છે. એમાં મારા મમ્મી પ્રત્યે નો પ્રેમ, આદર, વહાલ નો રંગ નથી. તટસ્થ છે.

કદાચ, વાંચકને એમાં એમની મમ્મી પણ દેખાય. પણ આમાં વર્ણવેલા બધાજ ગુણો કે અવગુણો માત્ર મારી મમ્મીમાં જ છે. કારણકે મારી મમ્મી ઈશ્વર ની એક અનોખી કૃતિ છે. આ બધા ગુણો અવગુણો બીજી વ્યક્તિમાં હોવાની શક્યતા નહિવત છે, કહેવાય છે ને કે ઈશ્વરની પ્રત્યેક કૃતિ વિશિષ્ટ હોય છે. છતાંય મોટે ભાગે બધી મમ્મીઓ આવીજ હોય છે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

દ્વારિકા વ્રજ

દ્વારિકાએ મનોવિજ્ઞાન - કાઉન્સેલિંગ સાયકોલોજી માં માસ્ટર્સ કર્યું છે, અને સાથેજ NLP ની પ્રયોગકર્તા છે. દ્વારિકા  એમના લેખનમાં એક કોચ, એક વક્તા, એક માર્ગદર્શક તરીકેના એમના દશકાથી પણ વધારે વર્ષોનો અનુભવ, એમનું ચિંતન પીરસે છે. એમણે વાર્તા સંગ્રહ લખ્યો છે, બાળકો માટે ઉપયોગી પુસ્તકો લખ્યા છે અને આ memoir છે, સંસ્મરણો છે. દ્વારિકાનું લેખન ખુબજ સરળ અને શૈલી ખુબજ સાદી હોય છે.   

Read More...

Achievements