Share this book with your friends

Carama sōca kī uḍāna / ચરમ સોચ કી ઉડાન ખ્યાલ સે ભરી કહાનિયા

Author Name: H D Kumhar | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

તેની ઉંમર માત્ર 17વર્ષ છે, છતાં તે પોતાના જીવનને ટૂંકાવી દઈશે. તે પોતાના અંતિમ સમયને યાદ કરતાં એક નવી જ દુનિયામાં પ્રવેશ કરશે. તેની ઉંમર 10વર્ષ વધી જશે. તે પ્રખ્યાત ચિત્રકાર અને વાર્તાકાર બની ચૂક્યો છે પણ તેને ખબર નથી. આ ટેકનોલોજીની દુનિયામાં દેખાતા મનુષ્ય વાસ્તવમાં મનુષ્ય નથી. તેનાથી ભિન્ન દુનિયામાં તેણી છે જે 20વર્ષ થયા અપાહિજનું જીવન જીવે છે. તેણે પોતાના જીવનને નકારી દીધું હતું. જ્યારે તે તેણીના વિચારોને કાલ્પનિક વાર્તાઓ દ્વારા બદલશે ત્યારે તેણી સ્વસ્થ થતી દેખાશે. તેના પ્રત્યે દરેક દુરવ્યવહાર કરે છે. 20વર્ષ થયા દબાયેલા પોતાના સપનાઓને તેણી ફરી ઉજાગર કરશે. તે પોતાના જીવનનો હેતુ ભૂલી ચૂક્યો છે, તેથી અન્ય દુનિયામાં પ્રવેશી ચૂક્યો છે. સમયનો સાથ તેને પ્રેમમાં પાડશે પરંતુ આ સમય ઝડપી છે. જ્યારે તેણી પૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે તો તેણીનો સાથ તેને છોડવો પડશે. શા માટે તે આ દુનિયામાં નહીં રહી શકે!     

Read More...
Paperback
Paperback 349

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

એચ ડી કુમ્હાર

એચડી કુમ્હાર એક વ્યાવસાયિક પ્રેરક, સાહિત્યકાર, નાટ્યકાર લેખક છે. વિવિધ ભાષાઓમાં ડઝનબંધ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમના મોટાભાગના પુસ્તકો પ્રેરક વાર્તાઓ પર આધારિત છે.

તેમની જાણીતી શૈલીઓમાં રહસ્ય વાર્તાઓ, કોમેડી નાટકો, રોમાંસ નવલકથાઓ અને હોરર વાર્તાઓનો સમાવેશ થાય છે. આ સિવાય એચડી કુમ્હારે અનેક કાલ્પનિક અને નોન ફિક્શન પુસ્તકો પણ લખ્યા છે.

એચડી કુમ્હારના ઘણા પુસ્તકો સ્થાનિક સ્તરે લોકપ્રિય છે. પ્રેરણાત્મક પુસ્તકો લખવા બદલ તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે. તેમની પ્રખ્યાત નવલકથાઓમાં  જીવન અને સબંધો ને લગતી વાતો કરવામાં આવી છે.

લેખકો ખાસ કરીને વ્યાવસાયિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખે છે. તેમના પુસ્તકો સંક્ષિપ્ત અને જીવન માટે મહત્વપૂર્ણ છે. એચડી કુમ્હારની વાર્તાઓ ઊંડા અર્થ સાથે લખાઈ છે. તેમણે નાના સંબંધોના ઊંડાણ અને મહત્વને વર્ણવતા પુસ્તકો પણ લખ્યા છે.

Read More...

Achievements