Share this book with your friends

Kelavani Ni Kalame / કેળવણીની કલમે 2

Author Name: G. S. Dedhrotiya 'Gulam' | Format: Paperback | Genre : Educational & Professional | Other Details

શિક્ષણક્ષેત્ર એ મારા માટે પસંદગીનું અને મનગમતું ક્ષેત્ર. આ ક્ષેત્રમાં સમજી વિચારીને જ આવ્યો છું. મારા શાળાકીય જીવનમાં જ મને આ ક્ષેત્રમાં ઊંડો રસ હતો. માધ્યમિક શાળાનો અભ્યાસ કરતો ત્યારે હું આ ક્ષેત્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતો. મેં સ્નાતકની પદવી હિંમતનગર આટર્સ એન્ડ કોમર્સ કૉલેજ મોતીપુરાથી મેળવી. તે સમયે શિક્ષણના વિવિધ વ્યાખ્યાનો યોજાતા તેમાં હું હંમેશાં હાજર રહેતો. વિવિધ વિદ્ધવાનોના વિચારો મને ખૂબ જ ગમતા. મોડાસા બી.એડ. કૉલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ડૉ. દાઉદભાઈ ઘાંચી સાહેબ જેવા વિદ્ધવાનોના સંપર્કમાં આવ્યો. એક વર્ષના તાલીમી શિક્ષણ દરમિયાન મને શિક્ષણક્ષેત્રના ઊંડા વિચારો મળ્યા. સતત અધ્યાપકોના સંપર્ક તેમજ ત્યાંની લાયબ્રેરીમાં જ્યારે સમય મળતો ત્યારે શિક્ષણને લગતા પુસ્તકો વાંચવાની ઉમદા તક મળી. વિશ્વના મહાચિંતકોના પુસ્તકો વાંચવા મળ્યા. મને કૉલેજકાળથી વાંચવાનો ખૂબ જ શોક હતો. હું કૉલેજની લાયબ્રેરીનો ઉપયોગ કરતો. મોડાસા બી.એડ કૉલેજ એટલે ગુજરાત રાજ્યની એક અગ્રિમ શિક્ષણની કૉલેજ. શિક્ષણની પ્રયોગશાળા કહી શકાય. નવીન વિચારોમાં અગ્રેસર મને એક વર્ષ સુધી તે સમયના વિદ્વાન અધ્યાપકોના જ્ઞાનનો લાભ મળ્યો. હું તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતો હોવા છતાં મારા માતા-પિતાને શિક્ષણમાં ઊંડો રસ હોવાને કારણે મને બળ મળ્યું. બી.એડ કૉલેજમાં શિક્ષણક્ષેત્રે કરવામાં આવતા વિવિધ પ્રયોગો મને વિચારતો કર્યો. હું પણ સતત વિચારતો રહ્યો. શિક્ષણક્ષેત્રે મારું ચિંતન વધ્યું અને તેમ કરવાનો લહાવો મોડાસા બી.એડ. કૉલેજમાંથી મળ્યો.

 G. S. DEDHROTIYA

Read More...
Paperback
Paperback 330

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

જી. એસ. દેધરોટિયા 'ગુલામ'

શ્રી ગુલામહુસૈન એસ. દેધરોટીયા ઈલોલ હાઇસ્કૂલમાં એક સફળ અને કુશળ આચાર્ય તરીકે વયનિવૃત્ત થઈ આજે પણ એક નવયુવાન વિદ્યાર્થીની જેમ સતત વાંચન, ચિંતન અને લેખન કરી રહ્યા છે. તેઓ કહે છે "હું 'રિટાયર્ડ' થયો છું પણ 'ટાયર્ડ' થયો નથી." ગુલામહુસૈન જન્મજાત એક શિક્ષક, ચિત્રકાર, કવિ અને લેખક છે. તેમની કલમ કસાયેલી છે. તેઓ વિદ્યાવ્યાસંગી અને શબ્દસાધક, આરાધક અને પૂજક છે. તેમના શબ્દોમાં કેળવણીનો નાદ ગૂંજે છે. 2000 જેટલા શ્રેષ્ઠ ચિત્રોના સર્જન દ્વારા તેમની ચિત્રકલા સોળે કળાએ પૂર્ણિમાના ચંદ્રની જેમ ખીલી છે! એક અંગ્રેજી વિષયના તજજ્ઞ હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે એમનો લગાવ અને ભાષા પર પ્રભાવ રહ્યો છે. તેમનું સર્જન માત્ર પ્રભાવિત જ નહીં પ્રકાશિત પણ કરે છે. તેઓ નમ્ર, વિનમ્ર અને નમ્રથીય નમ્ર છે. માતૃભાષા પ્રત્યેનો તેમનો પ્રેમ લાજવાબ અને બેમિસાલ છે.અંગ્રેજી ભાષાના વ્યાકરણના પુસ્તકો લખ્યા છે સાથે સાથે અંગ્રેજી વિષયના K. R.P તરીકે કર્મયોગી તાલીમમાં શિક્ષકોને તાલીમ આપીને કેળવણીની ખિલવણી કરી છે. એક લેખક તરીકે ઉમદા કાર્ય કર્યું છે.

 "પમરાટ" પુસ્તકના ત્રણ ભાગ એમણે પ્રકાશિત કર્યા છે. ક્રિકેટ, વોલીબોલ અને સાઇકલિંગ તેમના શોખ છે. તેમની વૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃતિ ત્રણેય સુંદર છે. તેઓ એક શ્રેષ્ઠ વક્તા પણ છે.

  "કેળવણીની કલમે" પુસ્તકમાં એમણે પોતાના અનુભવોનો નિચોડ મૂક્યો છે. તેઓ સરળ, સાલસ અને નિખાલસ સ્વભાવ ધરાવે છે. સ્મિત રેલાવતો ચહેરો એમની પ્રતિભાની આગવી ઓળખ છે. તેઓ એક મળવા અને માણવા જેવા માણસ છે. તેઓ પોતાની કલમ દ્વારા માનવ્યનો પ્રસાદ વહેંચતા રહ્યા છે. સતત વ્યસ્ત, મસ્ત અને તંદુરસ્ત રહીને પોતાના જીવનને પાવન અને મનભાવન બનાવ્યું છે.

 વિદ્યાર્થીજીવનને સાકાર કરવા, શિક્ષકત્વને ઉજાગર કરવા અને શ્રેષ્ઠતાનો સાક્ષાત્કાર કરવામાં આ પુસ્તક શિક્ષણસાગરની દીવાદાંડી બની રહેશે એવી મને શ્રધ્ધા જ નહીં પૂરી ખાતરી છે. પરમ કૃપાળુ પરમાત્મા સૌનું જીવન આનંદમય, મંગલમય અને નિરામય બનાવે એવી અંત:કરણપૂર્વક પ્રાર્થના...

Read More...

Achievements

+9 more
View All